SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ સૂત્ર : स तु दीर्घकालादरनैरन्तर्यसत्कारसेवितो दृढभूमि: ॥१-१४॥ પાતંજલયોગસૂત્ર ભાગ-૧ / સમાધિપાદ | સૂત્ર-૧૪-૧૫ સૂત્રાર્થ : વળી તે=ચિત્તવૃત્તિઓના નિરોધનો અભ્યાસ, દીર્ઘકાળ સુધી, આદરપૂર્વક, નિરંતર૫ણે અને સત્કારથી સેવન કરાયેલો દૃઢ ભૂમિવાળો=સ્થિર થાય છે. II૧-૧૪॥ ટીકા : 'स इति' - बहुकालं नैरन्तर्येणाऽऽदरातिशयेन च सेव्यमानो दृढभूमिः स्थिरो भवति दाढ्य प्रभवतीत्यर्थः ॥१-१४॥ ટીકાર્ય : વર્તુળાનં .....પ્રમવતીત્યર્થ: ॥ બહુકાળ સુધી, નિરંતરપણાથી અને આદરના અતિશયથી સેવાતો અભ્યાસ દેઢભૂમિવાળો=સ્થિર થાય છે=દેઢતા માટે સમર્થ થાય છે. II૧-૧૪|| ભાવાર્થ: ચિત્તવૃત્તિનો અભ્યાસ સ્થિર કઈ રીતે બને તેના ઉપાયોનું કથન : કોઈ મહાત્મા ચિત્તવૃત્તિના નિરોધ માટે યત્ન કરતા હોય તે યત્ન કરવા માત્રથી ચિત્તવૃત્તિઓનો નિરોધ થતો નથી, પરંતુ તે યત્ન દીર્ઘકાળ સુધી નિરંતર સેવન કરે અને તે પણ સત્કારથી—ચિત્તવૃત્તિના નિરોધ પ્રત્યે બહુમાનભાવથી, યત્ન કરે તો તે અભ્યાસ દૃઢભૂમિવાળો–સ્થિર થાય છે, અને દઢભૂમિવાળા=સ્થિર, અભ્યાસથી ચિત્તવૃત્તિઓનો નિરોધ થાય છે. ૧-૧૪|| અવતરણિકા : वैराग्यस्य लक्षणमाह અવતરણિકાર્ય : વૈરાગ્યનું લક્ષણ કહે છે-ચિત્તવૃત્તિનો નિરોધ અભ્યાસ અને વૈરાગ્યથી થાય છે એમ સૂત્ર ૧-૧૨માં કહ્યું ત્યારપછી સૂત્ર ૧-૧૩/૧૪માં અભ્યાસનું સ્વરૂપ બતાવ્યું. હવે ચિત્તવૃત્તિના નિરોધ માટે વૈરાગ્ય આવશ્યક છે અને તે વૈરાગ્ય બે પ્રકારનો છે તેમાં પ્રથમ અપરવૈરાગ્યનું સ્વરૂપ બનાવે છે સૂત્રઃ दृष्टानुश्रविकविषयवितृष्णस्य वशीकारसञ्ज्ञा वैराग्यम् ॥१- १५ ॥
SR No.022735
Book TitlePatanjalyog Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy