SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૧૧ / સૂત્ર-પ-૧૧ની ઉપા. મ.સા.ની ટિપ્પણી ૨૧ પ્રમાણ, વિપર્યય અને વિકલ્પરૂપ જે ચિત્તવૃત્તિ છે તે જાગૃત અવસ્થા છે. આ કથન છમસ્થજીવોને આશ્રયીને સંગત થાય છે. જાગૃત અવસ્થામાં જે બોધ છે તે પ્રક્ષીયમાણ અવસ્થાવાળો પ્રકૃષ્ટ ક્ષય પામતી અવસ્થાવાળો, હોય તે સ્વપ્ન છે, તેથી સ્વપ્નમાં પણ પ્રમાણ, વિપર્યય અને વિકલ્પો છે. કોઈ વિષયોનું જેમાં સંવેદન ન હોય તેવી અવસ્થા તે નિદ્રા છે. પ્રમાણથી થયેલા બોધથી, વિપર્યયથી થયેલા બોધથી, વિકલ્પાત્મક બોધથી અને નિદ્રાકાલીન બોધથી આ ચારે પ્રકારના બોધથી સ્મૃતિ થાય છે. I૧-૧૧ પતંજલિઋષિએ પ્રમાણ, વિપર્યયાદિ પાંચ ચિત્તની વૃત્તિઓ બતાવી તે પાંચ વૃત્તિઓ પરમાર્થથી પ્રમાણ અને વિપર્યયમાં અંતર્ભાવ પામે છે. તે બતાવવા અર્થે પ્રથમ વિકલ્પ કઈ રીતે યથાર્થ-અયથાર્થ જ્ઞાનમાં અંતર્ભાવ પામે છે. નિદ્રા કઈ રીતે યથાર્થ-અયથાર્થ જ્ઞાનમાં અંતર્ભાવ પામે છે અને સ્મૃતિ પણ કઈ રીતે યથાર્થ-અયથાર્થ જ્ઞાનમાં અંતર્ભાવ પામે છે તે બતાવવા માટે કહે છે – સૂત્ર ૧-૫ થી ૧-૧૧ ઉપર ઉપાધ્યાય યશોવિજયજી મહારાજની ટિપ્પણરૂપ વ્યાખ્યા : ___ [य.] व्याख्या-अत्र विकल्पः शब्दान्नाऽखण्डालीकनिर्भासोऽसत्ख्यात्यसिद्धेः, किन्तु "असतो णत्थि णिसेहो" इत्यादि भाष्यकृद्वचनात् खण्डशः प्रसिद्धपदार्थानां संसर्गारोप एव, अभिन्ने भेदनिर्भासादिस्तु नयात्मा प्रमाणैकदेश एव, निद्रा तु सर्वा नाऽभावालम्बना, स्वप्ने करितुरगादिभावानामपि प्रतिभासनात्, नापि सर्वा मिथ्यैव, संवादिस्वप्नस्यापि बहशो दर्शनात्, स्मृतिरप्यनुभूते यथार्थतत्ताख्यधर्मावगाहिनी, संवादविसंवादाभ्यां द्वैविध्यदर्शनाद्, इति तिसृणामुत्तरवृत्तीनां द्वयोरेव यथायथमन्तर्भावात् पञ्चवृत्त्यभिधानं स्वरूचितप्रपञ्चार्थम्, अन्यथा क्षयोपशमभेदादसङ्ख्यभेदानामपि सम्भवात्, इत्यार्हतसिद्धान्तपरमार्थवेदिनः ॥ અર્થ : ૩ત્ર ... સંસરોપ ાવ, અહીં પાતંજલસૂત્રમાં અર્થ કર્યો કે, શબ્દજ્ઞાન-અનુપાતી વસ્તુશૂન્ય વિકલ્પ છે. ત્યાં સ્પષ્ટતા કરતા ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબ કહે છે – વિકલ્પ શબ્દથી થાય છે પરંતુ અખંડ અલીનિર્માસ નથી અર્થાત્ કોઈ એક અખંડપદથી વાચ્ય કોઈ વસ્તુ ન હોય તે વિષયવાળો વિકલ્પ નથી; કેમ કે અસખ્યાતિની અસિદ્ધિ છે જે વસ્તુ અસત્ હોય તેને કહેવા માટે કોઈ વચન નથી પરંતુ કોઈક રૂપે સત્ વસ્તુ હોય તે અન્યરૂપે નથી તેમ કહી શકય. અસત્નો નિષેધ નથી” ઇત્યાદિ ભાષ્યકારના વચનથી ખંડથી પ્રસિદ્ધ પદાર્થોનો સંસર્ગારોપ જ છે-સંસર્ગારોપ જ વિકલ્પ છે, જેમ શશ અને શૃંગ બંને પ્રસિદ્ધ પદાર્થો છે અને તે પ્રસિદ્ધ એવા શશ
SR No.022735
Book TitlePatanjalyog Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy