SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦. પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-પપની ઉપા. મ.સા.ની ટિપ્પણી निषिद्धत्वात्, तस्मादध्यात्मभावनोपबृंहितसमतापरिणामप्रवाही ज्ञानाख्यो राजयोग एव चित्तेन्द्रिय(जय)स्य परमेन्द्रियजयस्य चोपाय इति युक्तम् । અર્થ : વ્યુત્થાન .... વયમ્, વસ્તુના સ્વભાવની ભાવનાના કારણે અર્થાત્ આત્માને માટે બાહાપદાર્થોરૂપ વસ્તુનો સ્વભાવ પોતાને સુખનું કારણ પણ નથી અને દુ:ખનું કારણ પણ નથી એ પ્રકારની ભાવનાને કારણે, વ્યુત્થાન-ધ્યાનદશાસાધારણ એવું સ્વવિષયની પ્રતિપત્તિ પ્રયુક્ત રાગ-દ્વેષરૂપ ફળનું અનુપધાન-ઇન્દ્રિયોના વિષયોની પ્રાપ્તિથી પ્રયુક્ત ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે રાગ-દ્વેષરૂપ ફળની અપ્રાપ્તિ ઇન્દ્રિયોનો પરમ ય છે, એ પ્રમાણે અમે જ્હીએ છીએ પૂજ્ય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ કહે છે કે અમે જૈનદર્શન અનુસાર કહીએ છીએ. તો .... મધ્યયને - તે પ્રમાણે શીતોષ્ણીય અધ્યયનમાં (આચારાંગ અધ્યયન-૩ ઉદ્દે. ૧માં) કહેવાયું છે. ‘નસિપે ... વંમવં' રૂત્યાઃ જેને આ શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શ અભિસમન્વાગત થાય છે તે આત્મવાન, જ્ઞાનવાન, વેદવાન, ધર્મવાન બ્રહ્મવાન છે” ઇત્યાદિ ઇત્યાદિ શીતોષ્ણીય અધ્યયનમાં કહેવાયું છે એમ અન્વય છે. મત્ર ....... નાર્થવાદી અહીં આચારાંગના શીતોષ્ણીય અધ્યયના ઉદ્ધરણમાં મસમન્વીમાતા:” એ પ્રકારના આના=શબ્દોના, અભિ એ અભિમુખ્યથી મનપરિણામને પરતંત્ર એવા ઇન્દ્રિયોના વિષયોથી અતિ ઉપયોગસ્વરૂપ અભિમુખપણાથી સમ્ એ સમ્યગ્રસ્વરૂપથી આ વિષયો ઇષ્ટ કે અનિષ્ટ નથી એ પ્રમાણે નિર્ધારણથી અનુ- પ પાછળથી, માતા: આવેલા યથાર્થસ્વભાવથી પરિચ્છિન્ન છે જેને અર્થાત્ આ પ્રકારે અભિસમન્વાગત છે જેને, તે આત્મવાન ઇત્યાદિ પરસ્પર ઇન્દ્રિયજ્યનો ફલાર્થવાદ છે. ચિત્રાડુમ્ - અન્યત્ર પણ કહેવાયું છે અન્ય ગ્રંથમાં પણ ઇન્દ્રિયનો જય કહેવાયો છે – “.... પરિવર્ન'' || ચક્ષુના વિષયમાં આવેલું રૂપ નહિ જોવા માટે શક્ય નથી કે ત્યાં દેખાઈ રહેલા રૂપમાં રાગ-દ્વેષ થાય છે તેને ભિક્ષુ ત્યાગ કરે” ઇત્યાદિ આવા બીજા અન્ય ઉદ્ધરણનો ઇત્યાદિથી સંગ્રહ કરવો. વિનોઘા ...નિરૂથ, જ્ઞાનથી એકસાધ્ય એવા પરમ ઇન્દ્રિયજ્યમાં પ્રયત્નમાત્રનું અનપેક્ષપણું હોવાથી સર્વથા પ્રયત્નનું અનપેક્ષપણું હોવાથી જ, ચિત્તનિરોધથી અતિરિક્ત પ્રયત્નનું અનપેક્ષપણું નિરૂપણ કરાય છે. તથા ય સ્તુતિ:- અને તે પ્રમાણે સ્તુતિકર કહે છે પૂ.આ. હેમચંદ્રસૂરિ મહારાજા ભગવાનની સ્તુતિ કરતાં વીતરાગ સ્તોત્ર ૧૪માં પ્રકાશના શ્લોક-૨માં કહે છે – “સંયતાનિ ..... તિ:" ત હ ભગવંત ! તમારા વડે ઇન્દ્રિયોને સંયત કરાઈ નથી અને ઉર્છાખલ કરાઈ નથી. એ પ્રકારના સમ્યક પ્રતિપદથી એ પ્રકારના સમ્યગૂ પ્રતિપદગમનથી, તમારા વડે ઇન્દ્રિયોનો જય કરાયો છે.”
SR No.022735
Book TitlePatanjalyog Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy