________________
૨૫૬
ભાવાર્થ:
ચારેય પ્રાણાયામોનું અન્ય ફળ :
જે યોગીઓ વિવેકપૂર્વક યોગનિષ્પત્તિનું કારણ બને તે રીતે પૂર્વમાં વર્ણન કરાયેલા ચારેય પ્રાણાયામોને કરે છે તે પ્રાણાયામ કાળમાં તેમનું ચિત્ત બાહ્ય વિષયોથી વિમુક્ત થઈને શરીરની શ્વાસપ્રશ્વાસની ગતિ ઉપર નિયંત્રિત થાય છે અને શ્વાસ-પ્રશ્વાસની ગતિને ચોક્કસ રીતે પ્રવર્તાવીને શરીરને અવલંબીને પ્રવર્તતું વીર્ય સમ્યગ્ યત્ન કરે તેવું સમર્થ પ્રાણાયામ દ્વારા કરે છે; કેમ કે પ્રાણાયામની પ્રક્રિયાથી શરીરના તંત્રો ચોક્કસ રીતે ગતિમાન બને છે અને પ્રાણાયામ દ્વારા સ્થિર થયેલું ચિત્ત યોગમાર્ગમાં ઉપયોગી એવી ધારણામાં યત્ન કરવા સમર્થ બને તેવું યોગ્ય બને છે; કેમ કે પ્રાણાયામ દ્વારા ક્ષીણ થયેલા દોષવાળું ચિત્ત અર્થાત્ ભટકવાની વૃત્તિરૂપ દોષના ક્ષયવાળું ચિત્ત, જ્યાં ધારણ કરાય ત્યાં સ્થિર થાય તેવું બને છે પરંતુ વિક્ષેપને પામતું નથી. II૨-૫૩||
અવતરણિકા :
प्रत्याहारस्य लक्षणमाह
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૫૩-૫૪
અવતરણિકાર્ય :
પ્રત્યાહારનું લક્ષણ ક્યે છે અર્થાત્ પ્રાણાયામનામના ચોથા યોગાંગને કહ્યા પછી હવે પાંચમાં યોગાંગરૂપ પ્રત્યાહારનું લક્ષણ ક્યે છે
સૂત્ર :
स्वविषयासम्प्रयोगे चित्तस्वरूपानुकार इवेन्द्रियाणां प्रत्याहारः ॥२-५४॥
સૂત્રાર્થ:
સ્વવિષયનો અસંપ્રયોગ હોતે છતે=ઇન્દ્રિયોના વિષયોનાં આભિમુખ્યના=અભિમુખભાવના ત્યાગરૂપ અસંપ્રયોગ હોતે છતે જાણે ચિત્તના સ્વરૂપને અનુસરનાર ઇન્દ્રિયોનો પ્રત્યાહાર છે=ઇન્દ્રિયો યોગીના ચિત્તને અનુસરનારી થાય છે તે ઇન્દ્રિયોનો પ્રત્યાહાર છે. ૫૨-૫૪॥
ટીકા :
'स्वेति' - इन्द्रियाणि विषयेभ्यः प्रतीपमाह्रियन्ते ऽस्मिन्निति प्रत्याहारः, स च कथं निष्पद्यत इत्याह-चक्षुरादीनामिन्द्रियाणां स्वविषयो रूपादिस्तेन सम्प्रयोगस्तदाभिमुख्येन वर्तनं तदभावस्तदाभिमुख्यं परित्यज्य स्वरूपमात्रेऽवस्थानं, तस्मिन् सति चित्तस्वरूपमात्रानुकारीणीन्द्रियाणि भवति, यतश्चित्तमनुवर्तमानानि मधुकरराजमिव मक्षिकाः सर्वाणीन्द्रियाणि प्रतीयन्तेऽतश्चित्तनिरोधे तानि प्रत्याहृतानि भवन्ति तेषां तत्स्वरूपानुकारः प्रत्याहार उक्तः
"
||૨-૬૪॥