SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૪૮ ૨૪૯ અવતરણિકા : तस्यैवानुनिष्पादि फलमाह - અવતરણિતાર્થ : તેના સ્થિર સુખાસનના જ, અનુનિષ્પાદિપાછળ થનારા, ફળને કહે છે – ભાવાર્થ : પાતંજલયોગસૂત્ર ૨-૪૬માં આસનનામના યોગાંગનું સ્વરૂપ બતાવ્યું. હવે જે યોગીઓ એવું સ્થિર સુખાસન કરે છે તેનાથી તેઓને તરત કેવું ફળ મળે છે તે બતાવે છે. સૂત્ર : ततो द्वन्द्वानभिघातः ॥२-४८॥ સૂત્રાર્થ : તેનાથી–સ્થિર સુખાસનથી, કંઠનો અનભિઘાત થાય છેકશીત, ઉષ્ણાદિ દ્વંદ્વોથી યોગીને ઉપઘાત થતો નથી. ll૨-૪૮iા ટીકા: 'तत इति'-तस्मिन्नासनजये सति द्वन्द्वैः शीतोष्णक्षुत्तृष्णादिभिर्योगी नाभिहन्यत इत्यर्थः આર-૪૮ા. ટીકાર્ય : તસ્મિ..છે તે આસનજય થયે છતે પાતંજલ યોગસૂત્ર ૨-૪૬માં બતાવ્યું તે આસનજય થયે છતે, શીત, ઉષ્ણ, સુધા, તૃષ્ણાદિ કંકોથી યોગી અભિઘાત પામતા નથી. પર-૪૮II ભાવાર્થ : આસનજયથી થતું તત્કાળ ફળ : જે યોગીઓ પદ્માસનાદિ આસનમાં બેસીને યોગમાર્ગનો અભ્યાસ કરે છે, તેઓ જ્યારે તે આસનને સ્થિર અને ઉદ્વેગનું કારણ ન બને તેવું સહજ પ્રકૃતિરૂપ પ્રાપ્ત કરે છે ત્યારે તે આસન ઉપર તે યોગીને પ્રભુત્વ પ્રાપ્ત થાય છે અને આ રીતે આસન સહજ પ્રકૃતિરૂપ બનવાને કારણે તે યોગીઓ સદા સિદ્ધ થયેલા આસનમાં બેસીને યોગની સાધના કરે છે અને તે આસનજયના બળથી શરીરમાં તે પ્રકારનો પ્રાણસંચાર થાય છે, તેથી ઠંડી, ગરમી, સુધા, તૃષાદિ ભાવો શરીરને સ્પર્શીને તે યોગીને વિહળ કરવા સમર્થ બનતા નથી, તેથી આત્મસાત્ થયેલું એવું આસન યોગની પ્રાપ્તિમાં અંગરૂપ બને છે. ર-૪૮.
SR No.022735
Book TitlePatanjalyog Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy