SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૪૪-૪૫ ૨૪૫ સૂત્રાર્થ : સ્વાધ્યાયથી ઇષ્ટદેવતાનો સંપ્રયોગ થાય છે અર્થાત ઇષ્ટદેવતા પ્રત્યક્ષ થાય છે. ર-૪૪ ટીકા : ___ 'स्वाध्यायादिति'-अभिप्रेतमन्त्रजपादिलक्षणे स्वाध्याये प्रकृष्यमाणे योगिन इष्टयाऽभिप्रेतया देवतया सम्प्रयोगो भवति, सा देवता प्रत्यक्षा भवतीत्यर्थः ॥२-४४॥ ટીકાર્ય : મિપ્રેત - ફર્થ: તે અભિપ્રેત એવા મંત્ર, જપાદિસ્વરૂપ સ્વાધ્યાય પ્રકર્ષ થયે છતે યોગીને ઇષ્ટ અભિપ્રેત એવા દેવતા સાથે સંપ્રયોગ થાય છે અર્થાત્ તે દેવતા પ્રત્યક્ષ થાય છે એ પ્રમાણે અર્થ છે. ર-૪૪ll. ભાવાર્થ : (૪) સ્વાધ્યાયરૂપ નિચમથી થતું ફળ : જૈનદર્શનની પ્રક્રિયા અનુસાર કોઈ યોગી પૂર્ણ ગુણોથી યુક્ત એવા પરમાત્માના સ્વરૂપને યથાર્થ જાણીને તે સ્વરૂપની ઉપસ્થિતિ થાય તેવા અભિપ્રેત મંત્રજપાદિરૂપ સ્વાધ્યાય કરે અને તે સ્વાધ્યાયમાં તે યોગી અત્યંત તન્મયતાને પામે તો શાસ્ત્રોથી બોધ થયેલા સ્વરૂપવાળા એવા પરમાત્મા તે યોગીને માનસચક્ષુથી પ્રત્યક્ષ દેખાય છે અને તે પરમાત્માના સ્વરૂપમાં તન્મય થઈને તે યોગી સમાપત્તિ પણ કરી શકે છે. જેમ – વીરભગવાનના સાધનાકાળના પારમાર્થિક સ્વરૂપને જાણીને અને સાધનાના બળથી વીતરાગ સર્વજ્ઞ થયા પછી અપાયાપગમાતિશય વગેરે ચાર અતિશયોથી યુક્ત એવા પરમાત્માના સ્વરૂપને જાણીને અને અંતે યોગનિરોધરૂપ પરમાત્માની અવસ્થાને જાણીને તે અવસ્થાને અત્યંત સ્પર્શ તે પ્રકારના ઉપયોગપૂર્વક પરમાત્માના સ્વરૂપના વાચક એવા મંત્ર-જપાદિરૂપ સ્વાધ્યાય કોઈ મહાત્મા કરે, તેના બળથી પરમાત્માના પારમાર્થિક સ્વરૂપના દર્શનમાં પ્રતિબંધક એવા જ્ઞાનાવરણાદિ કર્મોનો નાશ થાય તો સાક્ષાત્ ચક્ષુથી જોનાર પુરુષને તે પરમાત્માનું જેવું સ્વરૂપ જણાય તેના કરતાં પણ વિશિષ્ટ સ્વરૂપ તે પરમાત્માની હાજરીના અભાવમાં પણ યોગી જાણી શકે છે અને તે પરમાત્માના સ્વરૂપની સાથે તે યોગીનું ચિત્ત તન્મયતાને પામે તો ઉપયોગરૂપે તે યોગીને પરમાત્માની સાથે સમાપત્તિ થાય છે. તે સમાપત્તિ પ્રકર્ષને પામીને પરમાત્મા તુલ્ય થવાનું કારણ બને છે. l૨-૪૪ll અવતરણિકા : ईश्वरप्रणिधानस्य फलमाह - અવતરણિકાર્ય : ઈશ્વરના પ્રણિધાનરૂપ નિયમના ફળને કહે છે –
SR No.022735
Book TitlePatanjalyog Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy