SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૨૦ સૂત્રાર્થ : તેમની-ઉત્પન્ન વિવેકખ્યાતિવાળા પુરુષની, પ્રજ્ઞા=જ્ઞાતવ્યના વિવેકવાળી પ્રજ્ઞા, પ્રાંતભૂમિમાં સાત પ્રકારની છે. ર-૨૭ll ટીકા : 'तस्येति'-तस्य उत्पन्नविवेकज्ञानस्य, ज्ञातव्यविवेकरूपा प्रज्ञा प्रान्तभूमौ-सकलसालम्बनसमाधिभूमिपर्यन्ते, सप्तप्रकारा भवति, तत्र कार्यविमुक्तिरूपा चतुष्प्रकारा-ज्ञातं मया ज्ञेयं, न ज्ञातव्यं किंचिदस्ति, क्षीणा मे क्लेशा न किञ्चित्क्षेतव्यमस्ति, अधिगतं मया ज्ञानं, प्राप्ता मया विवेकख्यातिरिति, प्रत्ययान्तरपरिहारेण तस्यामवस्थायामीदृश्येव प्रज्ञा जायते, ईदृशी प्रज्ञा कार्यविषयं निर्मलं ज्ञानं कार्यविमुक्तिरित्युच्यते, चित्तविमुक्तिस्त्रिधा-चरितार्था मे बुद्धिर्गुणा, हताधिकारा गिरिशिखरनिपतिता इव ग्रावाणो न पुनः स्थितिं यास्यन्ति, स्वकारणे प्रविलयाभिमुखानां गुणानां मोहाभिधानमूलकारणाभावान्निष्प्रयोजनत्वाच्चामीषां कुतः प्ररोहो भवेत्, सात्मीभूतश्च मे समाधिः तस्मिन् सति स्वरूपप्रतिष्ठोऽहमिति, ईदृशी त्रिप्रकारा चित्तविमुक्तिः, तदेवमीदृश्यां सप्तविधप्रान्तभूमिप्रज्ञायामुपजातायां पुरुषः केवल રૂત્યુચ્યતે ર-ર૭ા. ટીકાર્ય : તસ્ય ... મતિ, તેમનીઃઉત્પન્ન વિવેકજ્ઞાનવાળા પુરુષની, જ્ઞાતવ્યના વિવેકરૂપ પ્રજ્ઞા પ્રાંતભૂમિમાં સકલ સાલંબન સમાધિની ભૂમિમાં અંતિમ ભાગમાં, સાત પ્રકારની થાય છે. તત્ર....રૂત્યુતે ત્યાં સાત પ્રકારની પ્રજ્ઞામાં, કાર્યવિમુક્તિરૂપ પ્રજ્ઞા ચાર પ્રકારની છે તે આ રીતે – (૧) મારા વડે શેય જ્ઞાત જણાયું છે, (૨) કંઈ જ્ઞાતવ્ય બાકી રહ્યું નથી=જાણવા યોગ્ય બધું જણાયું છે, (૩) મારા ક્લેશો ક્ષીણ-ક્ષય થયેલા છે, (તેથી) કાંઈ ક્ષેતવ્ય નાશ કરવા યોગ્ય નથી, (૪) મારા વડે જ્ઞાન અધિગત=પ્રાપ્ત કરાયું છે. (એથી) મારા વડે વિવેકખ્યાતિ પ્રાપ્ત કરાઈ છે. રૂતિ શબ્દ ચાર પ્રકારની કાર્યવિમુક્તિરૂપ પ્રજ્ઞાની સમાપ્તિસૂચક છે. આ ચાર પ્રકાર કાર્યવિમુક્તિરૂપ કેમ છે? તે સ્પષ્ટ કરે છે – પ્રત્યાન્તરના પરિહારથી ઉપરોક્ત ચાર પ્રત્યય કરતાં અન્ય પ્રકારના પ્રત્યાયના પરિહારથી, તે અવસ્થામાં= પ્રાતંભૂમિની અવસ્થામાં, આવા પ્રકારની પ્રજ્ઞા થાય છે=ઉપરમાં કહાં એવી ચાર પ્રકારની પ્રજ્ઞા થાય છે, આવી પ્રજ્ઞા કાર્યવિષયક નિર્મળજ્ઞાન છે તેથી) કાર્યવિમુક્તિ એ પ્રમાણે કહેવાય છે. વિનંવિત્તિ: ... ચિત્તવિમુmિ:, ચિત્તવિમુક્તિ ત્રણ પ્રકારની છે. તે આ રીતે – (૧) મારા બુદ્ધિના ગુણો ચરિતાર્થ થયા છે, કેમ ચરિતાર્થ થયા છે ? કે બતાવે છે –
SR No.022735
Book TitlePatanjalyog Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy