SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૫ પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૨૩ द्रष्टुः स्वरूपं, तयोर्द्वयोरपि संवेद्यसंवेदकत्वेन व्यवस्थितयोर्या स्वरूपोपलब्धिस्तस्याः कारणं यः स संयोगः, स च सहजभोग्यभोक्तृभावस्वरूपान्नान्यः, न हि तयोर्नित्ययो-ापकयोश्च स्वरूपादतिरिक्तः कश्चित् संयोगः, यदेव भोग्यस्य भोग्यता भोक्तुश्च भोक्तृत्वमनादिसिद्धं સ ાવ સંયો: ર-૨રૂા. ટીકાર્ય : વાર્યારે ... સંયો: I કાર્ય દ્વારા આનું સંયોગનું લક્ષણ કરે છે – સ્વશક્તિ-દેશ્યનો સ્વભાવ અને સ્વામિશક્તિ દ્રષ્ટાનું સ્વરૂપ, સંવેદ્ય-સંવેદકપણાથી વ્યવસ્થિત એવા તે બંનેની પણ દેશ્ય અને દ્રષ્ટા તે બંનેની પણ, સ્વરૂપઉપલબ્ધિ સ્વરૂપપ્રાપ્તિ, તેનું જે કારણ તે સંયોગ છે અને તે સંયોગ સહજ ભોગ્ય ભોજ્વભાવ સ્વરૂપથી અન્ય નથી અર્થાત્ પ્રકૃતિ ભોગ્ય છે અને પુરુષ ભોક્તા છે તે બેમાં રહેલ ભોગ્ય ભોજ્જુભાવસ્વરૂપથી તે સંયોગ અન્ય નથી. કેમ ભાગ્યભોમ્તભાવથી સંયોગ અતિરિક્ત નથી ? એથી કહે છે – નિત્ય અને વ્યાપક એવા તે બેના=પ્રકૃતિ અને પુરુષ તે બેના, સ્વરૂપથી અતિરિક્ત કોઈ સંયોગ નથી. ભોગ્યનીકભોગ્ય એવી પ્રકૃતિની ભોગ્યતા અને ભોક્તાનું ભોક્તા એવા પુરુષનું, ભોıપણે જે અનાદિસિદ્ધ છે તે જ સંયોગ છે. ll૨-૨all ભાવાર્થ : દેશ્યની શક્તિ અને દ્રષ્ટાની શક્તિના સ્વરૂપની પ્રાપ્તિનો હેતુ દશ્ય અને દ્રષ્ટાના સંયોગ : પાતંજલમતાનુસાર દ્રષ્ટા એવો પુરુષ નિત્ય છે અને પ્રકૃતિ પણ નિત્ય છે. વળી દ્રષ્ટા એવા પુરુષો સંખ્યાથી અનંતા હોવા છતાં દરેક પુરુષો વ્યાપક છે કોઈ નિયત દેશમાં નથી પરંતુ સર્વત્ર વ્યાપક છે, તેથી વ્યાપક એવા પુરુષ અને પ્રકૃતિ બંને નિત્ય છે અને તે બંનેના સ્વરૂપથી અતિરિક્ત કોઈ સંયોગ નથી પરંતુ તે બંનેનું જ સ્વરૂપ છે તે સંયોગ છે. દ્રષ્ટા એવા પુરુષ અને દેશ્ય એવી પ્રકૃતિ તે બંનેનું સ્વરૂપ શું છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – દેશ્ય એવી પ્રકૃતિનો સ્વભાવ એ તેની સ્વશક્તિ છે અને દ્રષ્ટા એવા પુરુષનું સ્વરૂપ એ તેની સ્વામીશક્તિ છે સંવેદસંવેદકપણારૂપે વ્યવસ્થિત દેશ્ય અને દ્રષ્ટા છે અર્થાત્ દેશ્ય એવું પ્રધાન=પ્રકૃતિ, સંવેદ્ય છે અને દ્રષ્ટા એવો પુરુષ સંવેદક છે અને સંવેદ્યસંવેદકપણરૂપે તે બન્ને વ્યવસ્થિત છે અને તેઓના સ્વરૂપની પ્રાપ્તિ, તેનું જે કારણ તે સંયોગ છે અર્થાત્ તે સંયોગને કારણે દ્રષ્ટા એવો પુરુષ સંવેદક બને છે અને દેશ્ય સંવેદ્ય બને છે. આનાથી શું ફલિત થાય છે તે બતાવે છે – ભોગ્ય એવા પ્રધાનની ભોગ્યતા અને ભોક્તા એવા પુરુષનું ભોઝૂંપણું જે અનાદિસિદ્ધ છે તે જ સંયોગ છે.
SR No.022735
Book TitlePatanjalyog Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy