________________
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૨૨
૨૦૩
નષ્ટ પણ=વિરત વ્યાપારવાળું પ્રધાન પણ, અનન્ટ છે=અન્ય પ્રત્યે અનન્ટ છે; કેમ કે તેનાથી અન્યની સાથે જે પુરુષ અપવર્ગને પામે છે તેનાથી અન્યની સાથે, સાધારણપણું છે=પ્રધાનનું સાધારણપણું છે. રિ-૨શા ટીકાઃ
यद्यपि विवेकख्यातिपर्यन्ताद्भोगसम्पादनात्कमपि कृतार्थं पुरुषं प्रति तन्नष्टं-विरतव्यापारं, तथाऽऽपि सर्वपुरुषसाधारणत्वादन्यान्प्रत्यनष्टव्यापारमवतिष्ठते, अतः प्रधानस्य सकलभोक्तृसाधारणत्वान्न कदाचिदपि विनाशः, एकस्य मुक्तौ वा न सर्वमुक्तिप्रसङ्ग इत्युक्तं भवति ||ર-૨૨ા
ટીકાઈ:
યદ્યપિ... મવતિ જો વિવેકખ્યાતિ સુધી ભોગનું સંપાદન હોવાથી અર્થાત્ યોગીને વિવેકખ્યાતિ પ્રાપ્ત થાય ત્યાં સુધી પ્રધાનનું પ્રકૃતિનું, પુરુષને ભોગ પ્રાપ્ત કરાવવારૂપ સંપાદકપણું હોવાથી કોઈ પણ કૃતાર્થ પુરુષ પ્રત્યે કોઈ એવા મુક્ત થયેલા પુરુષ પ્રત્યે, તે નષ્ટ છે પ્રધાન વિરહવ્યાપારવાનું છે. તોપણ (પ્રધાનનું) સર્વ પુરુષ સાધારણપણું હોવાથી અન્યો પ્રત્યે અનન્ટવ્યાપારવાનું છે, આથી જ પ્રધાનનું સકલ ભોક્તાનું સાધારણપણું હોવાથી ક્યારે પણ વિનાશ નથી અર્થાત્ એક પુરુષ સાધના કરીને મુક્ત થાય તોપણ પ્રધાનનો ક્યારે પણ વિનાશ નથી અને એક્ની મુક્તિમાં સર્વની મુક્તિનો પ્રસંગ નથી, એ પ્રમાણે કહેવાયેલું થાય છે સૂત્રના કથનની કહેવાયેલું થાય છે. ll૨-૨૨ ભાવાર્થ: કૃતાર્થ પ્રત્યે વિરહવ્યાપારવાળું પણ પ્રધાન તેનાથી અન્ય સર્વપુરુષ પ્રત્યે સાધારણપણું હોવાથી અવિરતવ્યાપારવાળું હોવાને કારણે સકલ ભોક્નસાધારણ હોવાથી ક્યારેય પણ અવિનાશ અને એકની મુક્તિમાં સર્વની મુક્તિના પ્રસંગનો અભાવ :
પાતંજલદર્શનકાર પુરુષોત્રજીવો, અનંતા માને છે અને પ્રકૃતિ એક માને છે અને તે પ્રકૃતિ સર્વપુરુષસાધારણ છે તેમ માને છે, પરંતુ દરેક જીવોની પ્રધાનરૂપ પ્રકૃતિ જુદી જુદી છે તેમ માનતા નથી, તેથી ત્યાં પ્રશ્ન થાય કે પુરુષ અપવર્ગસંપાદન માટે પ્રયત્ન કરે અને તે પુરુષને વિવેકખ્યાતિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તે પુરુષ પ્રત્યે પ્રકૃતિ ભોગસંપાદન કરે છે અને વિવેકખ્યાતિ પ્રાપ્ત થયા પછી તે પુરુષ મુક્ત થાય છે, તેથી તે પુરુષ કૃતાર્થ થવાથી તેના પ્રત્યે પ્રકૃતિ નષ્ટ છે વિરત વ્યાપારવાળી છે અર્થાત્ તે પુરુષ અર્થે પ્રકૃતિમાંથી બુદ્ધિ આદિના ક્રમથી પ્રપંચ ઉત્પન્ન થતો નથી, તેથી તે પ્રકૃતિ વિરહવ્યાપારવાળી છે અને જો પ્રકૃતિ વિરહવ્યાપારવાળી થાય તો સર્વ જીવો મુક્ત થવા જોઈએ; કેમ કે પ્રકૃતિના વ્યાપારથી જ સર્વ જીવોનો સંસાર છે. આ પ્રકારની શંકાના નિરાસ માટે પાતંજલદર્શનકાર કહે છે –