SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૧ પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૨૧ સૂત્ર: तदर्थ एव दृश्यस्यात्मा ॥२-२१॥ સૂત્રાર્થ : તદર્થ જ=દેટાને અર્થ જ=પ્રયોજન જ છે જેને એવું દશ્યનું સ્વરૂપ છે અર્થાત્ તે પુરુષના પ્રયોજન માટે જ દેશ્યનું સ્વરૂપ છે–પુરુષને ભોગ અને અપવર્નરૂપ બે પ્રકારનું પ્રયોજન પ્રાપ્ત કરાવવું તે દશ્યનું સ્વરૂપ છે. llર-૨૧ ટીકા: ___'तदर्थ इति'-दृश्यस्य प्रागुक्तलक्षणस्याऽऽत्मा यत्स्वरूपं स तदर्थः तस्य पुरुषस्य भोक्तृत्वसम्पादनं नाम स्वार्थपरिहारेण प्रयोजनम्, न हि प्रधानं प्रवर्तमानमात्मनः किञ्चित् प्रयोजनमपेक्ष्य प्रवर्तते किन्तु पुरुषस्य भोगं सम्पादयामीति ॥२-२१॥ ટીકાર્ય : દૃશ્ય ..... સમ્પાવથાણીતી | પ્રાર્ ઉક્ત લક્ષણવાળા=પાતંજલયોગસૂત્ર ૨-૧૮માં કહેવાયેલા સ્વરૂપવાળા, દશ્યનો આત્મા=જે સ્વરૂપ, તે તેનો અર્થ છે અર્થાત્ સ્વના અર્થના પ્રયોજનના, પરિહારથી તે પુરુષના ભોક્નત્વનું સંપાદન કરવું એ દેશ્યનું પ્રયોજન છે, હિં-જે કારણથી પ્રવર્તમાન પુરુષના પ્રતિ પ્રવર્તતો, પ્રધાન પ્રકૃતિ, પોતાના કોઈ પ્રયોજનની અપેક્ષા રાખીને પ્રવર્તતી નથી, પરંતુ પુરુષને ભોગ સંપાદન કરું એ પ્રકારના પ્રયોજનની અપેક્ષા રાખીને પ્રવર્તે છે. ll૨-૨૧|| ભાવાર્થ : પુરુષના ભોગસંપાદનરૂપ પ્રયોજન માટે જ દેશ્ય એવી પ્રકૃતિનું સ્વરૂપ : પાતંજલયોગસૂત્ર ૨-૨૧માં ઉપાદેય એવો દૃષ્ટા પુરુષ છે એમ બતાવ્યું. હવે દશ્ય એવી પ્રકૃતિ પુરુષના ભોગ સંપાદન કરવાના પ્રયોજનવાળી છે તેમ બતાવે છે – આશય એ છે કે પ્રકૃતિ ભોગ માટે પ્રવૃત્તિ કરતી દેખાય છે, કેમ કે પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલ બુદ્ધિથી જ સંસારના ભોગો થાય છે. પ્રકૃતિને પોતાનું કોઈ પ્રયોજન નથી, આમ છતાં પુરુષને હું ભોગ સંપાદન કરું એ પ્રકારના આશયથી પ્રકૃતિ પ્રવર્તે છે, આથી જ પાતંજલયોગસૂત્ર ૨-૧૮માં કહ્યું છે કે પુરુષના ભોગ અને અપવર્ગ માટે દશ્ય છે અર્થાત્ પુરુષના ભોગ માટે અને પુરુષના અપવર્ગ માટે દેશ્ય એવી પ્રકૃતિ પ્રવર્તે છે. IFર-૨૧TI
SR No.022735
Book TitlePatanjalyog Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy