SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૧૩ની ઉપા. મ.સા.ની ટિપ્પણી પાતંજલદર્શનકારને માન્ય ભોગશબ્દથી નામકર્મ અને આયુષ્યકર્મથી અવશેષ છ કર્મોનું ફળ ઉપલક્ષણીય : ૧૬૦ વળી પાતંજલદર્શનકાર કર્મના ફળરૂપ ભોગ સ્વીકારે છે તે ભોગ શબ્દથી નામકર્મ અને આયુષ્યકર્મથી અવશેષ છ કર્મોનું ફળ ઉપલક્ષણીય છે–ઉપલક્ષણ કરવા યોગ્ય છે; કેમ કે સંસારી જીવોને જ્ઞાનાવરણાદિ કર્મોના ઉદયનું ફળ જે અજ્ઞાનાદિ ભાવો વર્તે છે, તેના પ્રત્યે જ્ઞાનાવરણીયાદિ પૃથક્ પૃથક્ કારણત્વનો અન્વય-વ્યતિરેક સિદ્ધ છે, તેથી જ્ઞાનાવરણીયના ઉદયને કારણે જીવમાં અજ્ઞાનરૂપ ફળ મળે છે, દર્શનાવરણીના ઉદયને કારણે જીવમાં દર્શનના અભાવરૂપ ફળ મળે છે, મોહનીયના ઉદયથી જીવમાં તે તે પ્રકારના મોહના ભાવો થાય છે, વેદનીય કર્મના ઉદયથી સંસારી જીવોને શાતા અને અશાતાનું વેદન થાય છે, ગોત્રકર્મના ઉદયથી જીવને ઊંચા-નીચાકુળની પ્રાપ્તિ થાય છે અને અંતરાયકર્મના ફળરૂપે તે તે પ્રકારના અંતરાયોની પ્રાપ્તિ થાય છે. આનાથી એ ફલિત થાય છે કે, પાતંજલદર્શનકારે જાતિ સ્વીકારી તેના દ્વારા નામકર્મની સર્વપ્રકૃતિઓનો સંગ્રહ થાય છે, આયુષ્ય સ્વીકાર્યું તેના દ્વારા ચાર ભવના આયુષ્યના ભેદોનો સ્વીકાર થાય છે અને ભોગો સ્વીકાર્યા તેના દ્વારા આયુષ્યથી અને નામકર્મથી અતિરિક્ત અવશેષ છ કર્મોના ફળનો સ્વીકાર થાય છે. વળી પાતંજલદર્શનકાર ગંગામરણને ઉદ્દેશીને ત્રણ સંધ્યાએ સ્તવન પાઠ કરનારને ગંગામરણની પ્રાપ્તિ થાય છે તેમ સ્વીકારે છે, તેથી તેમના મતાનુસાર ગંગામરણ પણ અદૃષ્ટનું=કર્મનું, કાર્ય છે. માટે પાતંજલદર્શનકારને પોતાના મતને અભિમત સર્વકાર્યોનો સંગ્રહ કરવા માટે જાતિ, આયુષ્ય ભોગ અને ગંગામરણ એ કર્મનો વિપાક છે એ પ્રમાણે સ્વીકારવું જોઈએ, પરંતુ પાતંજલદર્શનકારે ગંગામરણનો સંગ્રહ કર્યો નથી તેથી સૂત્રરચનામાં તેમને ન્યૂનત્વદોષની પ્રાપ્તિ છે. [य.] व्याख्या-पूर्वापरभावव्यवस्थितजन्मान्तरीयकर्मप्रचयस्य तादृशोत्तरजन्मफलभोगे हेतुत्वं तु दुर्वचम्, क्वचित् फलक्रमवैपरीत्यस्यापि दर्शनाद्, बुद्धिविशेषविषयत्वादीनां कर्मप्रचयफलप्रचयावनुगमय्य हेतुहेतुमद्भावाभ्युपगमे तु घटपटादिकार्यप्रचयेऽपि दण्डवेमादीनां तथा ( हेतु - ) हेतुमद्भावापत्तिः, अनन्यगतिकत्वात्कर्मफलभोगस्थल एवेत्थं कल्प्यते नान्यत्रेति चेत्, न, अवगतभगवत्प्रवचनरहस्यस्यानन्यगतिकत्वासिद्धेः । तथाहिप्राग्जन्मबद्धमेकमेवायुष्कर्म प्रायणलब्धविपाकमेव जन्म निर्वर्तयति, कर्मान्तराणि च कानिचित्तज्जन्मनियतविपाकानि कानिचिन्नानाजन्मनियतविपाकानि कानिचिदनियतविपाकानि वा, तत्राद्यैर्नामगोत्रवेदनीयैः संवलितमायुर्भवोपग्राहिताव्यपदेशमनुते, यत्रान्ये प्रारब्धसञ्ज्ञां निवेशयन्ति, एकस्मिन्भवे आयुर्द्वयस्य बन्ध उदयश्च प्रतिषिद्ध एवेति न जन्मान्तरसङ्करादिप्रसङ्गः, नन्दीश्वरनहुषादीनामप्यायुः सङ्कराभ्युपगमे जन्मसङ्करो दुर्निवार:, प्रायणं विना हि नायुष्कर्मान्तरोद्बोधः, शरीरान्तरपरिणामे प्रायणाभ्युपगमे च वक्तव्यं ,
SR No.022735
Book TitlePatanjalyog Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy