________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૫-૬-૭-૮-૯ની ઉપા. મ.સા.ની ટિપ્પણી
સ્થાનાંગમાં કહેલ દશ પ્રકારનું મિત્યાત્વ જ છે. અસ્મિતા પણ દેશ્યમાં=પુરુષ માટે દેશ્ય એવી બુદ્ધિરૂપ દેશ્યમાં દેના=પુરુષરૂપ દેનું આરોપરૂપપણું હોતે છતે અથવા દંપ બુદ્ધિમાં, દૃશ્યના આરોપરૂપપણું હોતે છતે મિથ્યાત્વમાં અંતર્ભાવ પામે છે. અસ્મિતા મિથ્યાત્વમાં અંતર્ભાવ પામે છે અને આરોપનો અસ્વીકાર કરીને બૌદ્ધ=બુદ્ધિ સંબંધી દૃશ્ય અને દેની એક્ય આપત્તિનો સ્વીકાર કરાયે છતે દૃષ્ટિવાદ અને સૃષ્ટિવાદની આપત્તિ છે.
વળી અહંકાર અને મમકારના બીજરૂપપણામાં રાગદ્વેષમાં અંતર્ભાવ છે=અસ્મિતાનો રાગ-દ્વેષમાં અંતર્ભાવ છે.
રૂતિ શબ્દ અસ્મિતાના ક્શનના વિષયમાં જૈનદર્શનની પ્રક્રિયા પ્રમાણે ત્રણ વિક્લ્પોની સમાપ્તિસૂચક
છે
૧૪૭
રાગદ્વેષી... પરમવંરહસ્યમ્ । રાગ અને દ્વેષ કષાયના ભેદો જ છે અને અભિનિવેશ અર્થથી ભયસંજ્ઞાત્મક જ કહેવાયો છે, અને તે-અભિનિવેશ, સંજ્ઞાન્તરનું ઉપલક્ષણ છે–અન્ય સંજ્ઞાનું ઉપલક્ષણ છે; કેમ કે વિદ્વાનને પણ ભયની જેમ આહારાદિમાં પણ અભિનિવેશનું દર્શન છે. ફક્ત વિદ્વાનને અપ્રમત્તદશામાં દશ સંજ્ઞાનું વિખુંભણ થયે છતે કોઈ આ=ભય વગેરે અભિનિવેશ, નથી અને સંજ્ઞા મોહનો અભિનિવેશ છે અને સંજ્ઞા મોહથી અભિવ્યક્ત ચૈતન્ય છે, એથી સર્વ પણ ક્લેશો મોહની પ્રકૃતિના ઉદયથી ઉત્પન્ન થયેલા ભાવ જ છે, આથી જ ક્લેશના ક્ષયમાં કૈવલ્યની સિદ્ધિ છે; કેમ કે મોહક્ષયનું તેનું હેતુપણું છે=કેવલજ્ઞાનનું હેતુપણું છે, એ પ્રમાણે પારમર્ષરહસ્ય છે.
ભાવાર્થ:
પાતંજલદર્શનકારે કહેલ અવિધાનો સ્થાનાંગસૂત્રમાં બતાવેલ દશ પ્રકારના મિથ્યાત્વમાં અંતર્ભાવ :
પાતંજલદર્શનકાર અનિત્યમાં નિત્યપણાની બુદ્ધિ આદિ રૂપ જેને અવિદ્યા કહે છે તે સ્થાનાંગસૂત્રમાં કહેલ દશ પ્રકારના મિથ્યાત્વમાં અંતર્ભાવ પામે છે; કેમ કે સ્થાનાંગસૂત્રમાં અધર્મમાં ધર્મ બુદ્ધિ ઇત્યાદિ સ્વરૂપ દશ પ્રકારના મિથ્યાત્વ કહ્યા છે તે વિપરીત બુદ્ધિસ્વરૂપ છે. તેની જેમ અનિત્ય એવા પદાર્થમાં નિત્યપણાની બુદ્ધિ મિથ્યાત્વસ્વરૂપ છે. અને અશુચિમાં શુચિની બુદ્ધિ આદિ પણ મિથ્યાત્વસ્વરૂપ છે.
અસ્મિતાના વિષયમાં ત્રણ વિકલ્પો :
પ્રથમ વિકલ્પમાં અસ્મિતાનો મિથ્યાત્વમાં અંતર્ભાવ :
(૧) પાતંજલદર્શનકાર દક્ અને દૃશ્યની એકતારૂપ અસ્મિતા સ્વીકારે છે, એ પ્રમાણે સ્વીકારીએ તો દશ્યરૂપ બુદ્ધિમાં દર્ એવા પુરુષનું પ્રતિબિંબ પડવાને કારણે દશ્નો આરોપ થાય છે=દ્રષ્ટા એવા પુરુષનો આરોપ થાય છે, તેથી તે વિપર્યાયરૂપ હોવાથી મિથ્યાત્વમાં જ અંતર્ભાવ પામે છે.
વળી બુદ્ધિરૂપ દેગ્માં બાહ્યપદાર્થોરૂપ દશ્યનું પ્રતિબિંબ પડે છે, તેથી તે બાહ્ય પદાર્થોને હું ભોગવું છું અને બાહ્ય પદાર્થોને હું કરું છું એ પ્રકારનો બુદ્ધિમાં ભ્રમ થાય છે તે બુદ્ધિરૂપ દમાં દશ્યના આરોપરૂપ હોવાના કારણે મિથ્યાત્વમાં જ અંતર્ભાવ પામે છે.