SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ / સૂત્ર-૧ની ઉપા. મ.સા.ની ટિપ્પણી | સૂત્ર-૨-૩-૪ પુષ્ટ થયેલા દેહથી ઇન્દ્રિયો ઉત્સુક્તાવાળી થાય છે અને વિષયો તરફ બળાત્કારે જીવને લઈ જાય છે, તેથી યોગીએ દેહને શિથિલ કરવા, ઇન્દ્રિયોના વિકારોને શાંત કરવા અને દેહ પ્રત્યેના મમત્વના પરિવાર માટે તે પ્રકારે શક્તિ અનુસાર બાહ્યતપ કરવો જોઈએ કે જેથી અત્યંતરતપમાં ઉદ્યમનો વ્યાઘાત ન થાય, પરંતુ તપના બળથી શિથિલ થયેલો દેહ ઇન્દ્રિયોના વિકારોથી આત્માનું રક્ષણ કરીને પોતાને ઇષ્ટ એવા અત્યંતર નિર્લેપ ભાવોને પ્રગટ કરવા માટે ઉદ્યમ કરી શકે. જેનદર્શનકારના મતે ઈશ્વરપ્રણિધાનનું સ્વરૂપ : ઈશ્વરપ્રણિધાનનો અર્થ કરતાં કહે છે – સાધકયોગી કોઈપણ અનુષ્ઠાન કરે ત્યારે તે અનુષ્ઠાનનું મુખ્ય પ્રવર્તક શાસ્ત્ર છે અને તે શાસ્ત્રની સ્મૃતિ કરે ત્યારે તે શાસ્ત્રના આદિ પ્રવર્તક પરમગુરુની મૃતિ થાય અર્થાત્ પરમગુરુ એવા ભગવાને આ અનુષ્ઠાન આ વિધિથી કરવાનું કહ્યું છે એ પ્રકારે મૃતિ થાય અને પરમગુરુ પ્રત્યેના બહુમાનને કારણે તે મહાત્મા પરમગુરુ એવા ભગવાને બતાવેલી વિધિ અનુસાર તે અનુષ્ઠાન કરે તો સર્વ અનુષ્ઠાનકાળમાં ઈશ્વરનું પ્રણિધાન વર્તે છે. અવતરણિકા : स किमर्थं इत्यत आह - અવતરણિતાર્થ : પાતંજલયોગસૂત્ર ૨-૧માં ત્રણ પ્રકારનો ક્રિયાયોગ બતાવ્યો તે ક્રિયાયોગ શા માટે કરવો જોઈએ ? તે બતાવવા અર્થે કહે છે – સૂત્ર: समाधिभावनार्थः क्लेशतनूकरणार्थश्च ॥२-२॥ સૂત્રાર્થ: સમાધિના ભાવન માટે અને ક્લેશોને અ૫ કરવા માટે ક્રિયાયોગ સેવવો જોઈએ. Il૨-શ ટીકા : 'समाधीति'-क्लेशा वक्ष्यमाणास्तेषां तनूकरणं-स्वकार्यकरणप्रतिबन्धः, समाधिरुक्तलक्षणस्तस्य भावना चेतसि पुनःपुनर्निवेशनं सोऽर्थः प्रयोजनं यस्य स तथोक्तः । एतदुक्तं भवति-एते तपःप्रभृतयोऽभ्यस्यमानाश्चित्तगतानविद्यादीन् क्लेशान् शिथिलीकुर्वन्तः समाधेरुपकारकता भजन्ते, तस्मात् प्रथमं क्रियायोगावधानपरेण योगिना भवितव्यमित्युपदिष्टम् ૨-૨ા
SR No.022735
Book TitlePatanjalyog Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy