________________
૧૨૮
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | ઉપસંહાર ભાવાર્થ : પાતંજલયોગસૂત્રના પ્રથમ સમાધિપાદમાં આવતા વિષયોનું દિગ્દર્શન :
અધિકૃતયોગનું લક્ષણ. ચિત્ત, વૃત્તિ અને નિરોધપદની વ્યાખ્યા. કે ચિત્તવૃત્તિનિરોધના અભ્યાસ અને વૈરાગ્યસ્વરૂપ બે ઉપાયના સ્વરૂપનું અને ભેદનું કથન. - સંપ્રજ્ઞાતયોગના અને અસંપ્રજ્ઞાતયોગના પ્રધાન અને ગૌણ ભેદનું કથન. કે યોગાભ્યાસના પ્રદર્શનપૂર્વક વિસ્તારથી ઉપાયોનું કથન.
અસંમજ્ઞાતસમાધિ અને તેના ફળના લાભનો સરળ ઉપાય ઈશ્વરનું પ્રણિધાન હોવાથી ઈશ્વરના
સ્વરૂપ, પ્રમાણ, પ્રભાવ, વાચક, ઉપાસના અને ઉપાસનાના ફળનું કથન. - ચિત્તના વિક્ષેપો અને ચિત્તના વિક્ષેપોની સાથે ઉત્પન્ન થનારા દુઃખાદિના સ્વરૂપનું વર્ણન. જ ચિત્તના વિક્ષેપોના પ્રતિષેધના ઉપાયરૂપ એકતત્ત્વઅભ્યાસ, મૈત્યાદિભાવો, પ્રાણાયામ આદિ
સંપ્રજ્ઞાતસમાધિ અને અસંપ્રજ્ઞાતસમાધિના પૂર્વઅંગસ્વરૂપ વિષયવતી પ્રવૃત્તિ ઇત્યાદિનું કથન. જ લક્ષણસહિત, ફળસહિત અને પોત-પોતાના વિષયસહિત સમાપત્તિનું સ્વરૂપ. કે સંપ્રજ્ઞાતસમાધિ અને અસંપ્રજ્ઞાતસમાધિનો ઉપસંહાર, * સબીજસમાધિના કથનપૂર્વક નિર્બસમાધિનું કથન.
इति भोजदेवविरचितायां राजमार्तण्डाभिधायां पातञ्जलयोगशास्त्रसूत्रवृत्तौ
સમાધિપાદ પ્રથમ: |