________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ / સમાધિપાદ | સૂત્ર-૪૧, ૪૨-૪૩-૪૪
દૃષ્ટાંત :
નિર્મળ એવા સ્ફટિકમાં રક્તપુષ્પની ઉપાધિથી રક્તરૂપની પ્રાપ્તિ.
દાષ્કૃતિક :
(૧) નિર્મળ એવા ચિત્તની વિષયો સ્વરૂપ ગ્રાહ્યમાં તત્સ્ય અને તદંજનતારૂપ સમાપત્તિ. (૨) નિર્મળ એવા ચિત્તની ઇન્દ્રિયો સ્વરૂપ ગ્રહણમાં તત્સ્ય અને તદંજનતારૂપ સમાપત્તિ. (૩) નિર્મળ એવા ચિત્તની અસ્મિતામાત્ર સ્વરૂપ આત્મારૂપ ગ્રહીતૃમાં તત્સ્ય અને તદંજનતારૂપ સમાપત્તિ. II૧-૪૧||
અવતરણિકા :
इदानीमुक्ताया एव समापत्तेश्चातुर्विध्यमाह -
૧૦૯
અવતરણિકાર્ય :
હવે ઉક્ત જ સમાપત્તિનું=પાતંજલયોગસૂત્ર ૧-૪૧માં ક્લેવાયેલ સમાપત્તિનું, ચાતુર્વિધ્ય=ચાર પ્રકાર, બતાવે છે –
સૂત્ર :
तत्र शब्दार्थज्ञानविकल्पैः सङ्कीर्णा सवितर्का समापत्तिः ॥ १-४२॥
સૂત્રાર્થ :
ત્યાં=પાતંજલયોગસૂત્ર ૧-૪૧માં જે સમાપતિ બતાવી તેમાં શબ્દ, અર્થ, જ્ઞાન અને વિકલ્પ વડે સંકીર્ણ સવિતર્ક સમાપત્તિ છે. ૧-૪૨ા
ટીકા :
‘तत्रेति’-श्रोत्रेन्द्रियग्राह्यः स्फोटरूपो वा शब्द:, अर्थो जात्यादिः, ज्ञानं सत्त्वप्रधाना बुद्धिवृत्तिः, विकल्प उक्तलक्षणः, तैः सङ्कीर्णा, यस्यामेते शब्दादयः परस्पराध्यासेन प्रतिभासन्ते गौरित्यर्थो गौरिति ज्ञानमित्यनेनाऽऽकारेण, सा सवितर्का समापत्तिरुच्यते ૫-૪૫
ટીકાર્ય :
श्रोत्रेन्द्रिय ઉત્ત્પતે । શ્રોત્રેન્દ્રિય ગ્રાહ્ય અથવા સ્ફોટરૂપ શબ્દ છે, જાત્યાદિરૂપ અર્થ છે, સત્ત્વપ્રધાન બુદ્ધિની વૃત્તિ જ્ઞાન છે. પૂર્વમાં કહેવાયેલ લક્ષણવાળાં=પાતંજલયોગસૂત્ર ૧-૯માં કહેવાયેલ શબ્દજ્ઞાનઅનુપાતી વસ્તુ શૂન્ય વિક્લ્પ છે, તેનાથી-શબ્દ, અર્થ, જ્ઞાન અને વિક્લ્પથી સંકીર્ણ મિશ્રિત થયેલી સવિતર્ક સમાપત્તિ છે, એમ અન્વય છે.