SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૭ પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૪૧ ग्रहीतृषु इति बोध्यम्, यतः प्रथमं ग्राह्यनिष्ठ एव समाधिस्ततो ग्रहणनिष्ठस्ततोऽस्मितामात्ररूपो ग्रहीतृनिष्ठः, केवलस्य पुरुषस्य ग्रहीतुर्भाव्यत्वासंभवात्, ततश्च स्थूल-सूक्ष्मग्राह्योपरक्तं चित्तं तत्र समापन्नं भवति, एवं ग्रहणे ग्रहीतरि च समापन्नं बोद्धव्यम् ॥१-४१॥ ટીકાર્ય : ક્ષUT: ..... મવતીત્યર્થ:, ક્ષીણ છે વૃત્તિઓ જેની તે ક્ષીણવૃત્તિવાળું એવું ચિત્ત તેની ગ્રહી, ગ્રહણ અને ગ્રાહાવિષયમાં અર્થાત્ ગ્રહીતા-ગ્રહણ કરનાર એવા આત્માના વિષયમાં, ગ્રહણ એવા ઇન્દ્રિયોના વિષયોમાં અને ગ્રાહા એવા બાહા વિષયોમાં તત્ત્વ અને તÉજનતારૂપ સમાપત્તિ થાય છે. તસ્થપણે તેમાં ગ્રહીતુ આદિમાં એકાગ્રતા, તરંજનતા તન્મયપણું અર્થાત્ ચિત્ત ગૌણ થયે છતે ભાવ્યમાન જ વિષયનો ઉત્કર્ષ તન્મયપણું છે. તથાવિધ તેવા પ્રકારની, સમાપત્તિ એ તરૂપ પરિણામ થાય છે એ પ્રકારે સમાપત્તિનો અર્થ છે. હૃષ્ટાન્તVIE - આ રીતે સમાપત્તિનું સ્વરૂપ બતાવ્યા પછી સૂત્રમાં બતાવેલ દષ્ટાંતને કહે છે – મનાતસ્ય .... તદૂપાપત્તિ, અભિજાત એવા મણિની જેમ સમાપત્તિ થાય છે એ પ્રમાણે અન્વય છે. દિષ્ટાંત-દાસ્તૃતિક ભાવને સ્પષ્ટ કરે છે – જે પ્રમાણે અભિજાત નિર્મળ સ્ફટિક મણિની તે તે ઉપાધિના વશથી તત્ તત્ રૂપની પ્રાપ્તિ છે અર્થાત્ તે મણિની સન્મુખ રહેલ તે તે રંગવાળા પદાર્થરૂપ ઉપાધિના વશથી તે તે રૂપથી પ્રાપ્તિ છે એ રીતે નિર્મળ એવા ચિત્તની તે તે ભાવનીય ભાવન કરવા યોગ્ય, વસ્તુના ઉપરાગથી તે તે રૂપની પ્રાપ્તિ છે. આ રીતે દષ્ટાંત-દાર્ટીતિકભાવ સ્પષ્ટ કર્યા પછી સૂત્રમાં ગ્રહીતૃ-ગ્રહણ અને ગ્રાહ્યવિષયક સમાપત્તિ છે તેના વિષયમાં ક્રમભેદ સ્પષ્ટ કહે છે – - યદ્યપિ . પ્રવૃનિ:, જો કે ગ્રહીત, ગ્રહણ અને ગ્રાહ્મવિષયમાં એ પ્રમાણે સૂત્રમાં કહેવાયું છે તોપણ ભૂમિકાના ક્રમના વશથી અર્થાત્ સમાપત્તિમાં ઉદ્યમ કરનાર યોગીની ભૂમિકાના ક્રમના વશથી ગ્રાહા, ગ્રહણ અને ગ્રહોમાં સમાપતિ થાય છે, એ પ્રમાણે જાણવું. જ કારણથી યોગીને પ્રથમ ગ્રાહા નિષ્ઠ જ સમાધિ થાય છે, ત્યારપછી ગ્રહણનિષ્ઠ સમાધિ થાય છે, ત્યારપછી અસ્મિતામાત્રરૂપ ગ્રહીતૃનિષ્ઠ સમાધિ થાય છે. અસ્મિતામાત્રરૂપ ગ્રહીતૃનિષ્ઠ સમાધિ કેમ કહીં ? તેનો હેતુ કહે છે – છેવત્ની... વોટ્યમ્ કેવલ પુરુષરૂપ ગ્રહીતૃના ભાવ્યપણાનો અસંભવ છે અને તેથી સ્કૂલ અને સૂક્ષ્મ એવા ગ્રાહાથી ઉપરક્ત ચિત્ત ત્યાંeગ્રાહા સમાપત્તિમાં, સમાપન થાય છે, એ રીતે ગ્રહણ અને ગ્રહીતમાં પણ સમાપન જાણવું=સમાપત્તિને પામેલું જાણવું ||૧-૪૧II.
SR No.022735
Book TitlePatanjalyog Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy