SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૩૧-૩૨ ભાવાર્થ : ચિત્તના વિક્ષેપના કરનારા અન્ય અંતરાયોનું સ્વરૂપ : (૧) દુઃખઃ યોગમાર્ગમાં પ્રવર્તતા મહાત્માઓને આધ્યાત્મિક, આધિભૌતિક કે આધિદૈવિક કોઈ પ્રકારનું દુઃખ આવે ત્યારે તે દુઃખનું બાધન=બાધ, થાય એવા રાજસ પરિણામ-રાગનો પરિણામ, થાય છે અને તે દુ:ખના બાપને કારણે તે જીવો તે દુઃખને દૂર કરવા માટે પ્રવર્તે છે, તેથી જપાદિ દ્વારા સમાધિ માટે પ્રયત્ન થતો હોય તોપણ દુઃખરૂપ વિક્ષેપને કારણે જપાદિ ગુણવૃદ્ધિને અનુકૂળ બનતા નથી પરંતુ જપાદિ કાળમાં પણ ચિત્ત તો તે દુઃખોને દૂર કરવામાં વર્તે છે, માટે યોગીએ અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા તેનો નિરોધ કરવો જોઈએ=તે દુ:ખ પ્રત્યે ઉપેક્ષા કેળવવાનો અભ્યાસ કરવો જોઈએ અને દેહકૃત સુખ પ્રત્યે વિરક્તભાવ કેળવવા યત્ન કરવો જોઈએ, જેથી તે દુઃખ સમાધિમાં અંતરાયરૂપ બને નહીં. (૨) દૌર્મનસ્ય : બાહ્ય કોઈ નિમિત્તથી ચિત્ત સમાધિને અનુકૂળ શાંતરસથી વિપરીતભાવને પામે અથવા અત્યંતર એવા કોઈક રાગાદિના સંસ્કારો ઉભુત થવાના કારણે મન સમાધિથી વિપરીત સ્થિતિવાળું બને તે દૌર્માસ્ય છે અને તેવી મનની સ્થિતિ વર્તતી હોય તો જપાદિની પ્રવૃત્તિ દ્વારા પણ યોગી સમાધિને પ્રાપ્ત કરી શકે નહીં, તેથી અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા દૌર્મનસ્યનો નિરોધ કરવો જોઈએ, જેથી તે દર્મનસ્ય સમાધિમાં અંતરાયરૂપ બને નહીં. (૩) અંગમેજયત્વ : સર્વ અંગોમાં કંપન ઉત્પન્ન થાય તેવો દેહનો અસ્થર્યભાવ પ્રગટે તે આસનના ધૈર્યનો બાધક હોવાથી અને મનના ધૈર્યનો બાધક હોવાથી અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા અંગમેજયત્વનો નિરોધ કરવો જોઈએ, જેથી તે અંગમેજયત્વ સમાધિમાં અંતરાયરૂપ બને નહીં. (૪) શ્વાસ-પ્રશ્વાસ વળી શ્વાસોચ્છવાસના ગ્રહણની અને મોચનની ક્રિયા પણ=શ્વાસ લેવો અને શ્વાસ બહાર કાઢવો તે ક્રિયા પણ, પરમચૈર્યમાં બાધક હોવાથી અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા તેનો નિરોધ કરવો જોઈએ, જેથી તે શ્વાસ અને પ્રશ્વાસ સમાધિમાં અંતરાયરૂપ બને નહીં. નોંધ : - શ્વાસ અને પ્રશ્વાસને પાતંજલદર્શનકાર સમાધિમાં અંતરાયરૂપ સ્વીકારે છે. જયારે જૈનદર્શનકારના મતે ઉચ્છવાસનો રોધ કરવાનો નિષેધ છે. ઉપરમાં વર્ણન કરેલા સર્વ વિક્ષેપોનો ત્યાગ યોગીઓએ અભ્યાસથી અને વૈરાગ્યથી કરવો જોઈએ તેથી સમાધિમાં આવતા અંતરાયો દૂર થાય અને તેના બલથી જપાદિ દ્વારો વિશિષ્ટ-વિશિષ્ટતર સમાધિ થઈ શકે. I૧-૩૧TI અવતરણિકા : सोपद्रवविक्षेपप्रतिषेधार्थमुपायान्तरमाह -
SR No.022735
Book TitlePatanjalyog Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy