________________
૮૩
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૩૦
(૧) વ્યાધિ : ધાતુના વૈષમ્યથી દેહમાં જવરાદિ થાય છે અને જે જીવોને તે જવરાદિ રોગ પ્રત્યે અરુચિ હોય છે અને રોગરહિત અવસ્થા પ્રત્યે રાગ હોય છે તેમનું ચિત્ત વ્યાધિને કારણે રાગ-દ્વેષથી આકુળતાવાળું બને છે, તેથી યોગમાર્ગની પ્રવૃત્તિ કરવાને અનુકૂળ એકાગ્રતાનું વિરોધી ચિત્ત બને છે, તેથી વ્યાધિને સમાધિમાં ચિત્તના વિક્ષેપરૂપ અંતરાય કહ્યો છે.
(૨) સ્થાન : જે મહાત્માઓ આત્મકલ્યાણ માટે જપાદિ ઉચિત અનુષ્ઠાન કરતા હોય, આમ છતાં સ્થાન પરિણામને=કાર્ય કરવા માટે અક્ષમતાને, કારણે ચિત્ત જપાદિની સાથે લક્ષને અભિમુખ જવા માટે કોઈ પ્રયત્ન ન કરે, તેથી બાહ્યથી કૃત્ય હોવા છતાં પણ તે કૃત્યનો અભાવ પ્રાપ્ત થાય છે તેથી સ્યાનદોષ જપાદિ અનુષ્ઠાન દ્વારા સમાધિની પ્રાપ્તિમાં અંતરાયરૂપ છે.
(૩) સંશય : સાધક યોગી જે જપાદિ દ્વારા યોગને સાધવા માટે તત્પર થયેલ હોય તે યોગની પ્રવૃત્તિથી નિષ્પાઘ એવી સમાધિ પોતે પ્રગટ કરી શકશે કે નહિ ? એ પ્રકારનો સંશય વર્તતો હોય તો તે સંશય યોગી જપાદિની પ્રવૃત્તિ કરે તો પણ તે ક્રિયાથી તે પ્રકારના ભાવોની નિષ્પત્તિમાં બાધક બને છે, તેથી સંશયદોષ સમાધિમાં અંતરાયરૂપ છે.
(૪) પ્રમાદ : પ્રમાદ=અનવધાનતા=સમાધિની સાધનમાં ઉદાસીનતા. કોઈ સાધક યોગી સમાધિના ઉપાયભૂત જપાદિ અનુષ્ઠાનો સેવે છે, આમ છતાં જપાદિથી નિષ્પાઘભાવોને નિષ્પન્ન કરવાને અનુકૂળ ઉચિત યોગોને પ્રવર્તાવવામાં અયત્નવાળા હોય તે યોગી આત્મામાં સમાધિ નિષ્પન્ન કરવાને અનુકૂળ વ્યાપારરૂપ સમાધિના સાધનમાં ઉદાસીનપરિણામવાળા=ઉપેક્ષાના પરિણામવાળા, છે, તે પ્રમાદ નામનો ચિત્તનો વિક્ષેપ અંતરાયરૂપ છે અને આ પ્રમાદને કારણે જપાદિ ક્રિયાથી આત્મામાં તે પ્રકારની સમાધિ નિષ્પન્ન થતી નથી, તેથી પ્રમાદ સમાધિમાં અંતરાયરૂપ છે.
(૫) આળસ : કાયા અને ચિત્તનું ગુરુપણું આળસ છે અને તે આળસ યોગવિષયક પ્રવૃત્તિના અભાવનો હેતુ છે. કોઈ સાધકયોગી જપાદિ સદનુષ્ઠાન કરતા હોય આમ છતાં કાયાની જડતાના કારણે તે તે પ્રકારના આસનમાં યત્ન કરે નહિ અને ચિત્તની જડતાને કારણે ચિત્તને લક્ષ્યને અનુરૂપ પ્રવર્તાવે નહિ તે જીવનો આળસનો પરિણામ છે અને તે રીતે જપાદિની પ્રવૃત્તિ શબ્દરૂપે થતી હોય તોપણ મોક્ષમાર્ગને અનુકૂળ ગુણવૃદ્ધિના વ્યાપારરૂપ યોગવિષયક પ્રવૃત્તિનો અભાવ પ્રાપ્ત થાય છે, તેથી આળસ સમાધિમાં અંતરાયરૂપ છે. સ્યાન, પ્રમાદ અને આલસ્ય વચ્ચેનો તફાવત :
સ્થાન નામના ચિત્તવિક્ષેપમાં જપાદિ કરનારને લક્ષ્યનો બોધ હોઈ શકે, પરંતુ કોઈક કારણે ચિત્ત લક્ષ્ય તરફ જવા માટે યત્ન ન કરે તેવું શિથિલ બને છે.
પ્રમાદમાં સમાધિના ઉપાયોને જાણવામાં અને સેવવામાં ઉપેક્ષા હોય છે, માત્ર બાહ્યકૃત્યોને કરવામાં સંતોષ હોય છે.
આલસ્ય નામના ચિત્તવિક્ષેપમાં કોઈક કારણે કાયાની અને ચિત્તની જડતા વર્તે છે, તેથી સુસ્તીથી જપાદિની પ્રવૃત્તિ થાય છે.