SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૨૫ सातिशयानां काष्ठाप्राप्तिः, यथा परमाणावल्पत्त्वस्याऽऽकाशे परममहत्त्वस्य, एवं ज्ञानादयोऽपि चित्तधर्मास्तारतम्येन परिदृश्यमानाः क्वचिन्निरतिशयतामासादयन्ति, यत्र चैते निरतिशयाः स ईश्वरः, यद्यपि सामान्यमानेऽनुमानस्य पर्यवसितत्वान्न विशेषावगतिः सम्भवति, तथाऽपि शास्त्रादस्य सर्वज्ञत्वादयो विशेषा अवगन्तव्याः, तस्य स्वप्रयोजनाभावे कथं प्रकृतिपुरुषयोः संयोगवियोगावापादयतीति नाऽऽशङ्कनीयं, तस्य कारुणिकत्वाद्भुतानुग्रह एव प्रयोजनम्, कल्पप्रलयमहाप्रलयेषु निःशेषान् संसारिण उद्धरिष्यामीति तस्याध्यवसायः, यद्यस्यष्टं तत्तस्य પ્રયોગનમ્ II-રો ટીકાર્ય : તમન્ થર:, તેમાં ભગવાનમાં, સર્વજ્ઞપણાનું જે બીજ તે ત્યાં ઈશ્વરમાં, નિરતિશય કાષ્ઠા પ્રાપ્ત છે અર્થાત્ પરાકાષ્ઠાને પામેલું છે. સર્વજ્ઞાણાના બીજને સ્પષ્ટ કરે છે. અતીત-અનાગતાદિના ગ્રહણનું અલ્પત્વ અને મહત્ત્વ બીજના જેવું બીજ છે; કેમ કે મૂલપણું છે. સર્વજ્ઞપણાનું બીજ ઈશ્વરમાં કાષ્ઠા પ્રાપ્ત કેમ છે ? તે બતાવે છે – સાતિશય એવા અલ્પત્વ-મહત્ત્વાદિ ધર્મોની કાષ્ઠાપ્રાપ્તિ પરાકાષ્ઠા, દેખાય છે. જે પ્રમાણે-પરમાણુમાં અલ્પત્વની, આકાશમાં પરમમહત્ત્વની કાષ્ઠાપ્રાપ્તિ પરાકાષ્ઠા, દેખાય છે. એ રીતે જ્ઞાનાદિ પણ ચિત્તના ધર્મો તરતમપણાથી પરિદૃશ્યમાનદેખાતા એવા, ક્યાંક કોઈક પુરુષમાં, નિરતિશયતાને પ્રાપ્ત કરે છે અને જેમાં આ=જ્ઞાનાદિ ચિત્તધર્મો, નિરતિશય છે તે ઈશ્વર છે. યદ્યપિ » પ્રયોગનન્ જો કે સામાન્યમાત્રમાં અનુમાનનું પર્યવસિતપણું હોવાથી વિશેષની અવગતિ જ્ઞાન, સંભવતું નથી અર્થાત્ અનુમાન દ્વારા વિશેષનો બોધ થતો નથી. તોપણ શાસ્ત્રથી આના ઈશ્વરના, સર્વજ્ઞત્વાદિ વિશેષો જાણવા. તેનું સર્વજ્ઞનું, સ્વપ્રયોજનના અભાવમાં કેવી રીતે પ્રકૃતિના અને પુરુષના સંયોગને અને વિયોગને આપાદન કરે છે સંપન્ન કરે છે એ પ્રમાણે શંક ન કરવી; કેમ કે ઈશ્વરનું કણિકપણું હોવાથી જીવોનો અનુગ્રહ જ પ્રયોજન છે. ઈશ્વરનો કેવા પ્રકારનો અનુગ્રહ પ્રયોજન છે તે બતાવે છે – કલ્પના પ્રલય અને મહાપ્રલયમાં “સર્વ સંસારી જીવોનો હું ઉદ્ધાર કરીશ' એવા પ્રકારનો તેમનો ઈશ્વરનો, અધ્યવસાય છે; કેમ કે જે જેને ઇષ્ટ હોય તે તેનું પ્રયોજન છે અર્થાત્ ઈશ્વરને સંસારી જીવોનો ઉદ્ધાર કરવો ઇષ્ટ છે, તેથી તે તેમનું ઈશ્વરનું, પ્રયોજન છે. ll૧-૨પ
SR No.022735
Book TitlePatanjalyog Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy