SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ કુમારપાળ ચરિત્ર બીજે માળે કાંસા, પિત્તળ તથા તામ્રાદિક ધાતુઓનાં વિવિધ પ્રકારનાં પાત્ર હતાં. ત્રીજે માળે સેના રૂપાનાં ઉત્તમ પાત્ર અને રસોડું હતું. ચોથે માળે કશેય આદિ વચ્ચેનો સંચય હતો. પાંચમે માળે લક્ષમીગૃહનું સ્થાન હતું અને છ માળે કુબેરને જેમ રત્નાદિક સદ્ભવસ્તુઓને ભંડાર હતે. તે સર્વ જોઈને સુમિત્ર સાતમા માળે ગયે. ત્યાં સેનાના પલંગપર બે ઉંટડીઓ બેઠેલી હતી. તેમના બબ્બે પગ સોનાની સાંકળથી બાંધેલા હતા. તે જોઈ તેના મનમાં આશ્ચર્ય થયું અને તે મનમાં વિચાર કરવા લાગ્યો. આ શું અજ્ઞાન ! શું મનવિકલ્પના ! શું મિથ્યાજ્ઞાન ! શું સ્વપ્ન ! શું માયા ! કે, શું કઈ કલા હશે ! અથવા ઇંદ્રજાળ હશે ! શું દિગુબંધ હશે ! અથવા મતિ ભ્રમ હશે ! અથવા વેષવડે કરેલું કૌતુક હશે શું કઈ દેવતાએ કરેલું આશ્ચર્ય હશે ! અથવા કંઈ બીજું હશે ! | સર્વથા શૂન્ય એવા આ નગરમાં અહીં આવવા માટે કોઈ પુરુષ પણ સમર્થ નથી, તે પછી આ ઉંટડીઓ અહીં સાતમે માળે કેવી રીતે ચઢી શકે ? આ બંને ઉંટડીઓને અહીં કેણ લાવ્યું હશે ? અને પલંગ ઉપર એમને કોણે બેસારી હશે ? તેમજ આ પ્રમાણે તેમના પગ સાંકળથી શા માટે બાંધ્યા હશે ? પલંગ પર બેઠેલી બંને ઉંટડીઓ શું કરે છે? જોઉં તો ખરો, એમ વિચાર કરી સુમિત્ર તેમની પાસે ગયે, તેમનાં નેત્ર શ્વેત અંજનથી આજેલાં હતાં. તેમજ તેમની પાસે વેત અને કૃષ્ણ અંજનના બે ડાભડા પડયા હતા. તેમની પાસે બે સેનાની અંજનશલાકાઓ પણ પડી હતી.
SR No.022734
Book TitleKumarpal Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy