________________
૨૪
આચાર્ય શ્રીમદ્દ અજિતસાગર સૂરીશ્વરજી મ. સા.નું જીવન
આ પૃથ્વી પર અગણિત સંખ્યામાં માન જમે છે અને મૃત્યુને આધીન થાય છે. તેમાંથી આતમ કાજે જેઓએ આ જનમને સફળ કર્યો, સંયમી બની સાધના દ્વારા સિદ્ધિને વર્યા, તેઓને જ એક જન્મ પ્રસંશનીય છે. - ગુજરાત રાજ્યના ખેડા જિલ્લામાં પેટલાદ ગામની નજીક નાર નામે ગામ, લલ્લુભાઈ નામે અગ્રગણ્ય નાગરીક પટેલ જ્ઞાતિમાં અગ્રે. સર, તેમના પત્ની સતીત્વશીલ સંપન્ના સન્નારી સેનાબાઈની કુક્ષીથી વિ. સં. ૧૯૪૨ પિોષ સુદ પંચમી દિને ભાવીને તેજસ્વી તારે પ્રગટ. નામ અંબાલાલ. - સાત વર્ષની વયે અક્ષર જ્ઞાન સાથે અક્ષરધામ મેળવવા સત્સસ્કાર સમ્પન પ્રાધ્યાપક પાસે સરસ્વતી સાધનાને પ્રારંભ કર્યો. બુદ્ધિને તીવ્ર ક્ષયોપશમ અને તેજસ્વીતા જોઈને માતાપિતા અને પ્રાધ્યાપકને સંપૂર્ણ સંતોષ થયો.
સાધુ સંતોની વાણી સાંભળીને બાળક અંબાલાલ ભાવવિભેર બની જતે, ધાર્મિક અધ્યયન શરૂ કર્યું. સાધુ સંતોની સાથે ધર્મ ચર્ચા, ધર્મ ગેછી કરી જિજ્ઞાસા સંતોષવા હંમેશાં તત્પર બનતે.
પારસમણુને સંગ લેખંડને સુવર્ણ બનાવે, જ્યારે સાધુ સંતને સંગ આત્માને પરમાત્મા બનાવે.
૧૪ વર્ષની નાની વયમાં જ અંબાલાલ અમીઝષિ બન્યા. વિ. સં. ૧૯૫૬ શ્રાવણ સુદ પંચમીને એ દિવસ હતે.
જૈન-આગમનું અધ્યયન, સિદ્ધાંત અને દર્શનશાસ્ત્રોનું પરિ શીલન કર્યું. ભદધિ તારક, જિનબિંબની અનન્ય ઉપકારિતા ઉપર દિલ ઓવારી ગયું. અન્તરના અનાદિના તિમિર ઉલેચી જિનેશ્વર પરમાત્માના ચરણમાં મન અને આત્માને સ્થિર કર્યા. સાંપ્રદાયિકતાને વ્યામોહ ત્યજી દીધે.
વિ. સં. ૧૯૬૫ જેઠ સુદ ૧૩ દિને ગનિષ્ઠ મુનિરાજ શ્રીમદ્