SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ભારંડપક્ષીઓ કેટલેક દૂર ગયે એટલે વૃદ્ધે કુમારનંદીને કહ્યું. સમુદ્રના તટ પર પર્વતના ભાગમાં ઉગેલે મોટે પેલે વડ આવે છે. તેની નીચે આ વહાણ જાય એટલે તું બે હાથ લાંબો કરી વાનરની માફક જલદી એ વૃક્ષને વળગી પડજે. ભારંડપક્ષીઓ પંચરૌલીમાંથી અહીં ભારડ પક્ષીઓ આવશે. તેમને ત્રણ પગ હોય છે. તેઓ સૂઈ જાય ત્યારે તેમાંથી એકના મધ્ય ચરણમાં તારે દઢમુષ્ટિથી વળગી મુડદાની માફક રાત્રીએ પડી રહેવું. સવારમાં જ તેઓ ઉડીને તને પંચશૈલમાં લઈ જશે. જે આ પ્રમાણે તું નહીં કરે તે વિના મતે તું જલદી મરી જઈશ. કારણ કે હવેથી આ વહાણ મોટા આવર્તાની અંદર પડશે, માટે તું ચેતી લે. કુમારનંદીએ વૃદ્ધના કથા પ્રમાણે વડની શાખા પકડી લીધી. ભારંડ પક્ષીઓ તેને જલદી પંચશૈલમાં લઈ ગયા. “અહે ! બુદ્ધિને પ્રકાશ અલૌકિક હોય છે.” ત્યાં હાસા પ્રહાસા અને તેમના દીવ્ય શૈભવને જોઈ કુમારની પ્રથમ ઉત્પન્ન થયેલા સ્વર્ગીય દેવની માફક હર્ષઘેલો થઈ ગયે. કુમારનદીને આવા સાહસથી ચક્તિ થયેલી તે બંને દેવીઓએ હે ભદ્ર! આ તારા મનુષ્યના શરીરવડે અમે તારી સાથે ભેગ જોગવવા લાયક નથી. અને જે મારી સાથે તારે ભેગની ઈચ્છા હોય તો અગ્નિપ્રવેશાદિકથી મરીને તું પંચૌલને અધિપતિ થા. પછી અમારી સાથે આનંદથી સુખવિલાસ કર. એમ દેવીઓનું વચન સાંભળી કુમારનંદી બેલ્ય. તમારે માટે હું મૂર્ખની માફક ઉભયથી ભ્રષ્ટ થયા. “અહે ! દૈવચેષ્ટા બલવાન છે.” નાગિલમિત્ર - હાસા અને પ્રહાસાને કંઈક દયા આવી, જેથી તેમણે બાલકની માફક કુમારનંદીને ઉપાડી ચંપાનગરીના વનમાં મૂકો. પ્રીતિપૂર્વક કહ્યું
SR No.022734
Book TitleKumarpal Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy