SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિદેશના ૨૨૩ અનુક્રમે તે શાસ્ત્રસાગરને પારગામી થશે. વિનયવડે જ વિદ્વત્તાને અને પિતાના શરીરવડે જ યૌવનને તે દીપાવતે હતે. તરૂણ અવસ્થામાં વર્તમાન કુમારને યૌવરાજયપદ આપી પિતે વિશુદ્ધભાવથી દાન અને શીલમય ધર્મનું આરાધન કરતે હતે. તેવામાં તે જ ગુરુમહારાજ ફરીથી ત્યાં પધાર્યા. આરામિકના કહેવાથી ગુરુનું આગમન સાંભળી વિક્રમરાજા પરિવાર સહિત ત્યાં જઈ તીર્થની માફક વંદન કરી વિનયપૂર્વક બેઠે. મુનિદેશના ભવદાવાનળથી તપી ગયેલા પ્રાણીઓને જીવાડતા હોય તેમ તે મુનીશ્વરે રસાળવાવડે ધર્મદેશના પ્રારંભ કર્યો. હે ભવ્યાત્માઓ ! ધર્મસેનાનાં ચાર અંગ છે, તેમાં દાન અને શીલથી બળવાન એવું ત્રીજું અંગ તપ ગણાય છે. તે તપ દુષ્કર્મ રૂપી શત્રુને પિસી નાખે છે. મનરૂપી કયારામાં શમશાંતિ રૂપ જળથી સિંચેલે, વિરાગ્યરૂપ મૂળ, વિશુદ્ધશીલરૂપ શાખાઓ, પ્રભાવરૂપી પુષ્પ અને શુભ કાર્યરૂપ ઉત્તમ ફળરાશિને ધારણ કરતો તરૂપ વૃક્ષ કેને સેવવા લાયક ન હોય ? વળી કાષ્ઠરાશિને જેમ અગ્નિ તેમ વિવિધ પ્રકારના આરંભ સમારંભથી પ્રગટ થયેલા પાપના ક્ષય માટે તપશ્ચર્યા જ હોય છે. અવધિ જ્ઞાનાદિક લબ્ધિઓ અને અણિમાદિક સિદ્ધિઓ પણ જેની આજ્ઞાથી વિલાસ કરે છે, તે તપની હંમેશાં ઉપાસના કરવી જોઈએ. બાહ્ય અને અત્યંતર દવડે તે તપ બાર પ્રકારનું કહ્યું છે. મુનિઓના કર્મશત્રુને જીતવા માટે બાર આરાવાળા ચકની માફક તે શકિતમાન થાય છે. તપના બાર પ્રકાર છે (૧) ઉપવાસ, (૨) ઉનેદરતા, (૩) વૃત્તિને સંક્ષેપ, (૪) રસત્યાગ (૫) શરીરકલેશ અને (૬) સંલીનતા, એ છે પ્રકારનું બાહ્ય તપ છે. (૧) પ્રાયશ્ચિત્ત, (૨) વૈયાવૃત્ય, (૩) સ્વાધ્યાય, (૪) વિનય, (૫) કાર્યોત્સર્ગ (૬) શુભધ્યાન, એ છ પ્રકારનું અંતરંગતપ છે.
SR No.022734
Book TitleKumarpal Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy