SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ વ્રતાદિસ્વરૂપ ૧૨૧ કારણ કે, “ચારિત્રહીન પ્રાણીઓ સિદ્ધ થાય છે અને સફવ વિનાના સિદ્ધ થતા નથી.” માટે હે પ્રાણીઓ ! જે તમે પિતાને મુક્તિ સ્ત્રી પ્રત્યે રૂચિ કરાવવાની ઈચ્છા કરતા હે તે હંમેશાં સમ્યકત્વરૂપ અલંકારવડે તમારા આત્માને સુશોભિત કરે. સમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકતા, એ લક્ષણથી જ્ઞાની પુરુષે સમ્યકત્વ પ્રતિપાદન કરે છે. જિનશાસનમાં ભક્તિ, પ્રભાવના, સ્થિરતા, ઉદારતા અને તીર્થ સેવા, એ પાંચ સમ્યક્ત્વનાં ભૂષણ છે. શંકા, કાંક્ષા, જુગુપ્સા અને મિથ્યાષ્ટિની પ્રશંસા તેમજ તેને પરિચય, એ પાંચ સમ્યક્ત્વમાં દુષણ છે, એમ મુનીશ્વરે કહે છે. ત્રતાદિસ્વરૂપ પ્રથમ પ્રાણાતિપાતાદિક પાંચ અણુવ્રત, દિગ્યિરત્યાદિક ત્રણ ગુણ વ્રત અને સામાયિકાદિ ચાર શિષ્ણાત એ સર્વમળીને બારવ્રત જાણવાં. બંને પ્રકારે મન, વચન અને કાયાવડે થૂલહિંસાદિકથી નિવૃત્ત થવું, તે અહિંસા આદિ પાંચ અણુવ્રત જિદ્રોએ કહ્યાં છે. દયા ધર્મમાં તત્પર થયેલા ભવ્યાત્માએ અપરાધ રહિત ત્રસ જેની સંકલ્પપૂર્વક હિંસા કરવી નહી તેમજ સ્થાવર પ્રાણીઓની પણ વ્યર્થ હિંસા ન કરવી. દેવ અને અતિથિ વિગેરેની પૂજા માટે, વેદ સમૃત્યાદિકના વાકયથી જે વધ કરવામાં આવે, તે પણ નરક પ્રાપ્તિને સાક્ષી થાય છે. ચરિ મન્નતિ ધિર્વવતાં શીતરિમवहति दहनभाव पुष्यति ध्वान्तमकः । दिनमपि रजनीत्वं याति रात्रिर्दिनत्व, तदपि हि सुकृतं न प्राणिघाति प्रसूते ॥ १ ॥ કદાચિત્ સમુદ્ર મરુસ્થલતાને પામે, ચંદ્ર ઉષ્ણુતાને ધારણ કરે, સૂર્ય અંધકારની પુષ્ટિ કરે, દિવસ રાત્રિપણને અને રાત્રિ
SR No.022734
Book TitleKumarpal Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy