________________
“હે રાજન! જેની આગળ અંધકારની છટાઓ સ્લરતિ નથી. એટલું જ નહીં પણ ત્રણે લોકમાં અવગાહન કરવામાં રસિક એવી તેની પ્રજાઓ પણ ખુરી શકિત નથી, તેમજ ચક્ષુષથી અગ્રાહ્ય અને મન તથા વાણીને અગોચર એવું તે જ્ઞાન સર્વ બાજુના તારા તમસ–અજ્ઞાનને શાંત કરે”
એમ આશિષ આપી ગુરુ મહારાજ બોલ્યા, હે ગુજરેશ ! તું આત્મનિંદા છે માટે કરે છે ? ઉપકાર કરવાને સમય તે હવે જ તને પ્રાપ્ત થયો છે.
હે વિદ્વાન ! કૃતજ્ઞ પુરુષોમાં ચૂડામણિ સમાન તું છે. પોતાના પૂર્વજોની માફક ઉત્તમ પ્રકારની તારી ભક્તિ છે. વળી તું જે રાજ્યદાનની મને પ્રાર્થના કરે છે, તે તારી ભકિતથી કંઈ અધિક નથી.
સર્વ સંગના ત્યાગી અમારા સરખા મુનિઓને રાજ્યભવ કહ્યું નહીં, જલથી ચિત્ર જેમ રાજ્યભવથી ચારિત્રધમ નષ્ટ થાય છે. માટે હે નરેંદ્ર ! જે તું કૃતજ્ઞતાને લીધે પ્રત્યુપકાર કરવા ઈચ્છતો હોય તે દયામય શ્રીજિનશાસનની પ્રભાવના કર અને પ્રથમ કરેલી પ્રતિજ્ઞાને તું પૂર્ણ કર.
એ પ્રમાણે ગુરુમહારાજનું વચન સાંભળી ભુપતિએ કહ્યું કે, હે પ્રભો ! આપના વચન પ્રમાણે હું વત્તીશ, પરંતુ પ્રતિ-દિવસ આપને સમાગમ હું ઈચ્છું છું, જેથી મને સત્ય તત્ત્વ પ્રાપ્ત થાય. સત્સંગ સિવાય તને લાભ થતું નથી. હંમેશાં સુરીના સમાગમથી રાજાનું હૃદય બહુ વિશુદ્ધ થયું. સમયોચિત ધર્મકાર્ય પણ સાધતો હતો. જેમકે – रक्षाऽऽयव्ययचिन्तन पुरजनान्वीक्षा सुरार्चाऽशने,
कोशान्वेषणमन्यनीवृतिचरप्रेषोयथेच्छ भ्रमिः । हस्त्यश्वादिशरासनादिरचना जेतव्यचिंता सम,
सेनान्येति कृतिः क्रमेण नृपतेघ्रस्खस्य भागाष्टके ॥१॥ “દિવસના પ્રથમ ભાગમાં પ્રજા રક્ષણ, આવક અને જાવકને વિચાર, બીજા ભાગમાં નગર નિરીક્ષણ, ત્રીજા ભાગમાં દેવપૂજન અને ભોજન, ચોથા ભાગમાં નિધાનોનું અવલોકન, પાંચમામાં દેશાંતરમાં ચરપુરુષોનું પ્રેષણ, છઠ્ઠા ભાગમાં યથોચ્છિત પરિભ્રમણ, સાતમા ભાગમાં હાથી, ઘોડા અને ધનુષબાણ વિગેરેની ગોઠવણ અને આઠમા ભાગમાં સેનાપતિ સાથે વિજયનો વિચાર, એમ દિવસના આઠ ભાગમાં કાર્યક્રમ સંભાળતા હતા. તેમજ –