________________
૧૮૨
કુમારપાળ ચરિત્ર સાક્ષાત્ સિદ્ધરસની જેમ તે સુવર્ણ પુરુષથી હંમેશાં પુષ્કળ સુવર્ણ મળવા લાગ્યું, જેથી ચિત્રાંગદરાજાએ સ્વર્ગ સમાન રાજ્ય પદ્ધતિ ચલાવી.
ખજાના સુવર્ણ રાશિથી ભરાઈ ગયા, જેમની રક્ષા માટે એક મા કિલાની જરૂર પડી.
તેની તપાસ માટે રાજા પિતે ફરવા લાગે. ફરતાં ફરતાં ચિત્ર ગિરિની પાસે કૂટ નામે આ પર્વત તેની ધ્યાનમાં આવ્યા. મેરૂ સમાન ઉન્નત એવા આ પર્વત પર અતિ દુર્ણાહ્ય–અજેય કિલ્લો બંધાવવાને. તેણે બહુ શ્રમથી પ્રારંભ કર્યો. ફિટમુર
દિવસે જેટલો તૈયાર કરવામાં આવે છે, તેટલે કિલે રાત્રીના સમયે મૂલમાંથી પડી જાય છે. એમ કરતાં છ માસ ચાલ્યા ગયા. તે પણ ભૂપતિ પોતાના કાર્યથી અટકતા નથી.
પછી તે કૃગિરિને અધિષ્ઠાયક ફૂટ નામે દેવ પ્રગટ થઈ બેલ્યો.
હે રાજન! શા માટે તું દુઃખી થાય છે? અહીંયાં કિલ્લે કરવા માટે કઈ પણ શક્તિમાન નથી.
| ચિત્રાંગદ બેલ્યા. આ પ્રારંભેલું કાર્ય પ્રાણતમાં પણ હું છોડવાને નથી.
દેવ છે. જે તારે એ જ નિશ્ચય હોય તો ચિત્રગિરિ ઉપર તું કિલાની ગોઠવણ કર. અને એ કિલ્લા મારા નામથી પ્રસિદ્ધ કરે, જેથી હંમેશાં હું એની રક્ષા કરીશ.
રાજાએ તે પ્રમાણે કબુલ કર્યું. દેવ બહુ ખુશી થયો અને પિતાના રથાનમાં તે ચાલ્યા ગયા. તે કિલે એટલો બધે ઉંચે. લીધે કે આકાશને અડકવા લાગ્યો.
પછી ચિત્રાંગદરાજાએ ચિત્રકૂટ એવું તેનું નામ પ્રસિદ્ધ કર્યું. જેથી તે મેરૂ સમાન વિખ્યાત થયે.