________________
૧૪
ત્યાંથી સંધસહિત રૈવતાચલની યાત્રાએ ગયા. ત્યાં નેમિનાથ ભગવાનની -પૂજા સ્નાત્ર કરી પ્રભાસપાટણ ગયા. સેમેશ્વરની યાત્રા કરી ત્યાંથી તેઓ કેડીનાર ગયાં. ત્યાં અંબિકાદેવીની પૂજા કરી સિદ્ધરાજે હેમચંદ્રસૂરિને પૂછયું.
પ્રભો ! રાજ્યશ્રીના આલંબનભૂત મારે પુત્ર નથી, માટે આપ કૃપા કરી અંબિકાને તુષ્ટ કરી પુછે, મારે પુત્ર થશે કે નહીં ? અને મારા પછી -રાજ્યાધિકારી કોણ થશે ?
એ પ્રમાણે રાજાનો પ્રશ્ન સાંભળી આચાર્ય મહારાજે ત્રણ ઉપવાસ કર્યા. પ્રસન્ન થયેલી દેવીના વચનથી તેમણે કહ્યું કે, હે રાજન ! તારે પુત્ર થવાને નથી અને તારાને રાજ્ય ભોક્તા કુમારપાલ રાજા થશે. એટલું જ નહીં પણ તે સંપ્રતિ રાજાની માફક ભૂમંડલમાં જૈનધર્મને વિસ્તાર કરશે.
એ પ્રમાણે ગુરુનું વચન સાંભળી શલ્યથી વિંધાયેલાની માફક સિદ્ધરાજ યાત્રા પૂર્ણ કરી પોતાની રાજધાનીમાં આવ્યો.
ત્યારપછી અંબિકાદેવીનાં વચનની પરીક્ષા માટે તેણે નૈમિત્તિકોને બોલાવી પુત્ર સંબંધી પ્રશ્ન પુછે. તેમણે પણ નિશ્ચય કરી દેવીના કહ્યા પ્રમાણે જવાબ આપો. ઉભયના વચનથી રાજાને વિશ્વાસ રહ્યો નહી. જેથી તેણે નિશ્ચય કર્યો કે, સેમેશ્વરને પ્રસન્ન કરી જરૂર હું પુત્રવાન થાઉં, એમ ધારી તે પાદચારી - થઈ તપસ્વી વૃત્તિથી પુનઃ પ્રભાસમાં ગયો.
શુદ્ધિ પૂર્વક સ્ત્રી સહિત તેણે ત્રણ ઉપવાસ કર્યા. પ્રત્યક્ષ થઈ સોમેશ્વરે કહ્યું, ત્યારે પુત્ર થવાનું નથી. તારા રાજ્યને ભોકતા બહુ પરાક્રમી કુમાર પ્રગટ થયો છે, તે સાંભળી સિદ્ધરાજને નિશ્ચય થયો કે, મારા રાજ્યને અધિકારી કુમારપાલ થશે.
એવી ચિંતાથી આતુર બની સિદ્ધરાજ કુમારપાલપર દ્વેષ કરવા લાગ્યો. પોતાના સુભટ મારફતે અનેક વિપત્તિઓથી કુમારપાલને બહુ હેરાન કર્યો. પૃષ્ટ ૧૨૯ થી” સિદ્ધરાજ ભૂપતિને સ્વર્ગવાસ વિ. સં. ૧૧૯૯માં થયો. ' .
તે સમયે શ્રી કુમારપાલ ભૂપતિને રાજ્ય સત્તા મળી. વિપત્તિ સમયમાં , જેમણે સહાય આપી હતી, તેમને પોતે કૃતજ્ઞ હેવાથી યોગ્ય અધિકાર આપ્યા. કારણકે, અયુદયનું આ મુખ્ય ફલ છે, पुरजनपदग्रामत्राण, भटब्रजसग्रहः,
कुनयदलन नीतेवृद्धि-स्तुला मिति स्थितिः । व्रतिषु समता चैत्येष्वर्चा, सतामतिगौरव',
प्रशमनविधिं नव्ये राज्ये, व्यधादिति स प्रभुः ॥ १ ॥