________________
स्थैर्य मेरुगिरिमतिं सुरगुरुर्गाम्भीर्य मम्भोनिधिः,
सौग्यत्व शशभृत्प्रतापमरुणः शौर्य" च पञ्चाननः । औदार्य" त्रिदशद्रमः सुभगतां कामःश्रियं श्रीनिधि
न ढोकयतिस्म यौवनपदे दृष्ट्वा कुमार स्थितम् ॥१॥ યુવાવસ્થાને દીપાવતા કુમારપાલને જોઈ મેરૂપર્વતે સ્થિરતા ગુણ બૃહસ્પતિ બુદ્ધિ, સાગરે ગાંભીર્ય, ચંદ્રમાએ મૃદુતા, રવિએ પ્રતાપસિંહે પરાક્રમ, કલ્પવૃક્ષે ઉદારતા. કામદેવે રૂપસૌદર્ય અને કુબેરે લક્ષ્મી અર્પણ કરી.”
ભોપલદેવી સાથે તેમનું લગ્ન થયું હતું. વળી ત્રિભુવનપાલને મહીપાળ અને કીર્તિ પાળ નામે બે પુત્રો હતા. તેમજ પ્રેમલદેવી અને દેવલદેવી નામે બે પુત્રીઓ હતી. પ્રેમલદેવીને કૃષ્ણદેવ સાથે અને દેવલદેવી ને શાકંભરી નરેશ-અર્ણોરાજ સાથે પરણાવી હતી. ધર્મ, અર્થ અને કામની મૂર્તિ સમાન ત્રણ પુત્રો વડે ત્રિભુવન-પાલની કીર્તિ સર્વત્ર પ્રસરી હતી
એક દિવસ કુમારપાલ પાટણમાં ગયે, ત્યાં સિદ્ધરાજ ભૂપતિની સભામાં બેઠેલા શ્રી હેમચંદ્રસૂરિનાં દર્શન થતાં. તેમની અદ્ભુત મહાતેજસ્વી મૂતિ જોઈ કુમારપાલને નિશ્ચય થથા કે, આ કોઈ મહાન પુરુષ સર્વ કલાઓના જ્ઞાતા છે. જેથી આચાર્ય મહારાજની બહુ ભાવથી તે સેવા કરવા લાગે.
અન્યદા ગુણ સંબંધી વ્યાખ્યાન ચાલતું હતું, તે પ્રસંગે કુમારપાલે આચાર્ય મહારાજને પુછયું કે, સર્વગુણમાં કયો ગુણ શ્રેષ્ઠ ગણાય ? શ્રી હેમચંદ્રસરિ બોલ્યા, સત્ત્વગુણ સમાન અન્ય કઈ પણ ગુણ શ્રેષ્ઠ નથી.
સવગુણથી સર્વ કાર્ય સિદ્ધ થાય છે, એ સંબંધમાં અજાપુત્રની પ્રાચીન અને અભુત એક અપૂર્વ કથા સંભળાવી “પૃઇ-૬પ થી શરૂ” જેથી કુમારપાલને જનધમ પર કંઇક શ્રદ્ધા થઈ. પરંતુ તે સમયે તેને રાજ્ય સત્તાને અધિકાર નહોતે. ન્યાયપૂર્વક રાજ્ય ચલાવતા સિદ્ધરાજને પુત્ર નહી હોવાથી ગુમહારાજને સાથે લઈ તે યાત્રા માટે નીકળે.
પ્રથમ શત્રજ્યની યાત્રા કરી ત્યાં ભાવપૂર્વક શ્રીઆદિનાથ ભગવાનની પૂજા કરી, ભાવના ભાવતાં ભૂપતિને વિચાર થયો કે, આવા ઉત્તમ તીર્થમાં પિતાની લક્ષ્મીને સદુપયોગ ન થાય તે પ્રાણીઓને ઉત્તમ પ્રકારની રાજ્ય સંપત્તિઓ કયાંથી મળે? એમ જણ તેણે શ્રી આદિનાથની પૂજા માટે બાર ગામ આપ્યાં. તેમજ અનેક ભેજનહાળાઓ બંધાવી.