________________
આ ગ્રંથને ચરિત્રાત્મક વિભાગ કેવલ કવિની કલ્પનામય નથી. પરંતુ યથાર્થ ઐતિહાસિક ઘટનાને અનુસરે છે. ?
આ પ્રબંધને પ્રમાણભૂત અને લેકોપયોગી સમજી સાહિત્યપ્રિય મહારાજશ્રી સયાજીરાવ ગાયકવાડ-વડોદરા નરેશે ગુજરાતી ભાષામાં અનુવાદ કરાવી રાજ્ય તરફથી છપાવી પ્રસિદ્ધ કર્યો છે.
આ ગ્રંથમાં ગુજરાતમાં ઈતિહાસની ઘણું ઉપયોગી વસ્તુઓ દાખલ કરવામાં આવી છે. અણહિલપુર-પાટણની સ્થાપના વિ. સં. (૮૨) તેમજ મહારાજશ્રી કુમારપાળની વિ. સં. ૧૨૩૦ સુધી ગુર્જર રાજ્ય પ્રવૃત્તિ વિગેરેનું સંક્ષેપથી વર્ણન કરવામાં આવ્યું છે.
સિદ્ધરાજ જયસિંહને બંગાલાના મહબકપુર–મહોત્સવપુરના અધિપતિ મદનવમ નરેશ સાથે સમાગમ હોવાનો ઉલ્લેખ પણ આ ગ્રંથમાંથી મળી આવે છે. તેજ ઉલેખ જનરલ કનિંગહામના હિંદુસ્તાનની પ્રાચીન ભૂગોળવાળી હકી કતને પુષ્ટ કરે છે,
(૧૦) ચતુર્વિશતિ પ્રબંધ. કર્તા શ્રી રાજશેખરસુરિ રચના સમય વિ. સં. ૧૪૦૫.
(૧૧) કુમારપાળરાસ, ગુજર કર્તા ભાષામાં શ્રીજિનહર્ષ કવિ (૧૨) કુમારપાળરાસ, શ્રેષિવર્ય શ્રી ઋષભદાસ વિરચિત.
આ ઉપરાંત વિવિધ તીર્થક૯૫, ઉપદેશપ્રાસાદ, ઉપદેશતરંગિણું આદિ અનેક ગ્રંથોમાં ઉપરોક્ત મહાપુરુષોનું વર્ણવેલું જીવન વૃત્તાંત જોવામાં આવે છે. પ્રસ્તુત ગ્રંથના મુખ્ય નાયક શ્રી કુમારપાળભૂપાળ છે. માટે તેમના વંશનું સંક્ષિપ્ત વર્ણન અહીં આપવું તે અસ્થાને ન જ ગણાય. ચૌલુકયવંશ
ચુલુક એટલે ખેબલે અર્થાત સંધ્યા સમયે સૂર્યને અર્થ આપતા કઈ કઈ મહાપુરુષની અંજલિમાંથી જે વીરપુરુષ પ્રગટ થયો, તે ચુલુકય નામે કૃષ્ણસમાન સુપ્રસિદ્ધ રાજા થયો. તેના વંશમાં જે રાજાઓ થયા તે ચૌલુક્ય નામથી પ્રસિદ્ધ થયા. આ વૃત્તાંત વિકમાંકદેવ ચરિત્રના પ્રારંભમાં પણ દર્શાવેલ છે.
દયાશ્રય મહાકાવ્યના સોળમા સર્ગમાં પરમારે શબ્દની ટીકા કરતાં ટીકાકાર લખે છે કે, વિશ્વામિત્રની સાથે વશિષ્ઠ ઋષિને કામદુધા સંબંધી જ્યારે લડાઈ થઈ, ત્યારે વશિષ્ઠ પર-શત્રુને માર મારનારો જે હો ઉત્પન્ન કર્યો, તે પરમાર થયે. તેના વંશજો તે નામથી પ્રસિદ્ધ થયા.