________________
७५
કામદેવના ચૈત્યને જોયું.
બાલમાં અંતરંગરૂપે સ્પર્શનની લાલસારૂપ પરિણામ વર્તે છે અને અશુભ કૃત્યો કરાવે તેવી અશુભપરિણતિરૂપ માતા વર્તે છે. તે બેથી યુક્ત મધ્યમબુદ્ધિની સાથે વનમાં ગયો અને ત્યાં ઊંચા કામદેવના ચૈત્યને જોયું. ૧૪૨ા
શ્લોક ઃ
त्रयोदशीनाम्नि दिनेऽथिलोकैमहामहे तत्र विधीयमाने ।
कुतूहली तत्र गतः स चैत्ये, ददर्श गुप्तं स्मरवासहर्म्यम् ।।१४३।।
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩
શ્લોકાર્થ ઃ
તેરસના દિવસે કામના અર્થિલોકો વડે ત્યાં=કામદેવના મંદિરમાં, મોટો મહોત્સવ કરાયે છતે કુતૂહલી એવો તે=બાલ, તે ચૈત્યમાં ગયો. ગુપ્ત એવા કામના વાસરૂપ ઓરડાને જોયો. ।।૧૪૩।।
શ્લોક ઃ
द्वारेऽथ संस्थाप्य वयस्यमेको,
मध्ये प्रविष्टः सहसैव बालः ।
पस्पर्श तत्राब्जमृणालमृद्वीं, प्रसुप्तकन्दर्परतिं स शय्याम् ।।१४४।।
શ્લોકાર્થ ઃ
હવે દ્વારમાં મિત્રને=મધ્યમબુદ્ધિ મિત્રને, સંસ્થાપન કરીને સહસા જ બાલે મધ્યમાં પ્રવેશ કર્યો. ત્યાં કમલના નાલ જેવી નરમ, સૂતેલા કામ અને રતિવાળી શય્યાનો તેણે=બાલે, સ્પર્શ કર્યો. ।।૧૪૪]]
શ્લોક ઃ
प्रसृत्वरस्पर्शनमातृदोषः, सुष्वाप तत्राथ विहाय भीतिम् ।