________________
૩૬
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ સદા હર્ષિત રહે છે. મનીષીને સ્પર્શનના શબ્દમાં વિશ્વાસ ન હતો તેથી મનીષી વિચારે છે કે સ્પર્શન વિશ્વસનીય છે કે નહીં. તેવો નિર્ણય કર્યા વગર સ્પર્શનથી સુખ થાય નહીં. તેથી મનીષી પોતાના બોધરૂપ અંગરક્ષકને કહે છે બુદ્ધિમાન પુરુષમાં જે માર્ગાનુસારી બોધ છે તેને કહે છે. તે સ્પર્શનની મૂળશુદ્ધિ કર. તેથી મનીષીમાં વર્તતો બોધ પોતાનામાં વર્તતા પદાર્થના નિર્ણય કરવાના પ્રભાવને વ્યાપારવાળો કરે છે અર્થાત્ બોધનો નિર્ણય કરવાનો પ્રભાવ છે તે બોધની શક્તિ છે અને મનીષીના આત્માનો રક્ષક બોધ છે તે બોધના આદેશથી પ્રભાવ પ્રથમ બાહ્ય દેશોમાં સ્પર્શનની મૂલશુદ્ધિનું અવલોકન કરે છે. બાહ્ય દેશોમાં વિવિધ નગરો દેખાય છે. પરંતુ સ્પર્શનની કંઈ શુદ્ધિપ્રાપ્તિ થતી નથી. તેથી બુદ્ધિમાન પુરુષના બોધનો પ્રભાવ અંતરંગ દુનિયામાં અવલોકન કરવા પ્રવૃત્ત થાય છે ત્યારે તેને મહાપાપનું સ્થાન એવું રાજસચિત્તનગર દેખાય છે. ll૭૧ી. શ્લોક :
अश्रेयसां राजपथः पृथूनां, कल्याणमार्गाचलवज्रपातः । लुण्टाकचूडामणिरुग्रवीर्य
स्तत्रेक्षितो रागमृगेन्द्रराजः ।।७२।। શ્લોકાર્ચ -
વળી તે રાજસચિત કેવું છે? તે બતાવે છે – વિસ્તારવાળા અશ્રેયનું રાજપથ, કલ્યાણમાર્ગરૂપ પર્વત માટે વજપાત છે. ત્યાં-તે રાજસચિત્તનગરમાં લુટારાઓનો ચૂડામણિ ઉગ્ર વીર્યવાળો રાગકેસરી રાજા જોવાયો.
તે રાજસચિત્તનગર વિસ્તારવાળા અકલ્યાણનો રાજમાર્ગ છે એમ કહેવાથી એ પ્રાપ્ત થાય કે સંપૂર્ણ શ્રેય મોક્ષમાર્ગ છે અને જેઓ મોક્ષમાં ગયા નથી તેઓ યોગમાર્ગમાં જઈ રહ્યા છે. તેઓમાં રાગ વર્તે છે પરંતુ તે ક્ષીણ થતો હોવાથી નવા નવા જન્મના કારણ થવારૂપ કંઈક અશ્રેયનો માર્ગ છે. વળી જે જીવોમાં પ્રચુર રાગ વર્તે છે તેઓને વિસ્તૃત અકલ્યાણની પ્રાપ્તિ થાય છે અને કોઈ યોગ્ય જીવો કલ્યાણમાર્ગમાં ચઢેલા હોય તેનો નાશ કરવામાં વજપાત જેવો રાગ છે