________________
૨૮૨
વૈરાગ્વકલ્પલતા ભાગ-૩
શ્લોકાર્ચ -
સુધા જેવું પણ તે સૂરિનું વચન મને નંદીવર્ધનને, પરિણમન પામ્યું નહીં. ઊલ્લું હિંસા, વૈશ્વાનર ત્યારે નજીક આવ્યાં=નંદીવર્ધનનું ચિત હિંસા-વૈશ્વાનરને અભિમુખ થયું. ll૭૨૭ના શ્લોક :
प्रविष्टौ मम गात्रे तौ, मोचितश्चास्मि बन्धनात् ।
नियुक्तै राजपुरुषैः, सर्वबन्धविमुक्तये ।।७२८ ।। શ્લોકાર્ચ -
મારા શરીરમાં તે=હિંસા-વૈશ્વાનર પ્રવેશ પામ્યાં. અને સર્વ કેદીઓના બંધનની વિમુક્તિ માટે નિયુક્ત રાજપુરુષો વડે હું બંધનથી મુકાયો છું.
રાજાએ દીક્ષા ગ્રહણ કરતી વખતે સર્વ કેદીઓના બંધનની મુક્તિ માટે રાજપુરુષો નિયુક્ત કરેલા. તે પ્રમાણે નંદીવર્ધનને પણ બંધનથી મુક્ત કરાયો. Il૭૨૮ાાં શ્લોક :
चिन्तितमहमेतेन, सभामध्ये विगोपितः ।
तदत्र किं स्थितस्यास्य, श्रमणस्यान्तिके मम ।।७२९ ।। શ્લોકાર્ચ -
વિચારાયું નંદીવર્ધન વડે વિચારાયું. હું આના દ્વારાકેવલી દ્વારા, સભામાં વિડંબિત કરાયો. તે કારણથી આ શ્રમણની નજીકમાં રહેલા મને અહીં શું? આ સ્થાનમાં શું?
હિંસા અને વૈશ્વાનરથી તપ્ત થયેલ નંદીવર્ધન તે સ્થાનનો ત્યાગ કરે છે. II૭૨૯ll શ્લોક :
ततो गतोऽहं विजयपुराभिमुखमध्वनि । दृष्टश्च प्रातिपथिकोऽन्तरा नाम्ना धराधरः ।।७३०।।