SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૧ ચતુર્થ સ્તબક/શ્લોક-પપર-પપ૩, પપ૪ સ્વરૂપ છે. તેથી જગતની સ્ત્રીઓ રૂપગુણથી પ્રશાંતતાનો પરાજય કરવા અસમર્થ છે; કેમ કે જગતની સ્ત્રીઓનું રૂ૫ બાહ્ય પુદ્ગલોનું છે જ્યારે આ પ્રશાંતતા શુભાશયવાળા જીવની ચિત્તની પરિણતિ સ્વરૂપ છે. તેથી જેનો આત્મા અત્યંત કષાયના શમનની પરિણતિવાળો હોય છે અને જે જીવોને વીતરાગતા જ સારરૂપ જણાય છે તેવા જીવમાં પ્રશાંતતા વર્તે છે. વળી, તે પ્રશાંતતા જીવમાં વર્તતા ગાઢ અંધકારરૂપ કષાયની ગ્રંથિને વિદારણ કરવામાં સમર્થ છે. આથી જ પ્રશાંત પરિણતિવાળા જીવો આત્માના નિરાકુળ સ્વભાવને જોવામાં બાધક તમોગ્રંથિનું વિદારણ કરીને સૂક્ષ્મ સૂક્ષ્મતર આત્માના નિરાકુળ સ્વરૂપને પ્રાપ્ત કરવામાં સદા યત્નશીલ હોય છે અને તેવા જીવો જ્યાં સુધી મોક્ષમાં ન જાય ત્યાં સુધી સદા સુદેવ, સુમાનુષત્વને પ્રાપ્ત કરે છે તેથી તેવા જીવોના મહાઉદયને લાવનારી પ્રશાંતતા છે. પપ૦-પપ૩II બ્લોક : इयं जनानां हितकारिणी परा, परार्थसंपादनबद्धशुद्धधीः । प्रसादमस्या न विना क्रिया सतां, फलान्विता स्याद् ध्रुवमिक्षुपुष्पवत् ।।५५४।। શ્લોકાર્થ – આ પ્રશાંતતા, લોકોને અત્યંત હિતકારી, પરાર્થ સંપાદનમાં બદ્ધશુદ્ધ બુદ્ધિવાળી છે. આના=પ્રશાંતતાના, પ્રસાદ વગર સંતપુરુષોની ક્રિયા ઈશ્વપુષ્પની જેમ ધ્રુવ ફલાન્વિત ન થાય. જીવમાં વર્તતી કષાયના ઉપશમની પરિણતિરૂપ પ્રશાંતતા જીવને શાંતરસના સુખને આપનાર હોવાથી, શ્રેષ્ઠ પુણ્યબંધનું કારણ હોવાથી પરાહિતકારી છે. વળી તે પ્રશાંતતા બધા જીવોનું હિત કરવામાં શુદ્ધબદ્ધ બુદ્ધિવાળી છે; કેમ કે પ્રશાંત પરિણતિવાળા જીવો બધા જીવો પ્રત્યે સમભાવની પરિણતિવાળા હોય છે. તેથી પોતાના આત્માના હિતમાં ઉપાદાન ભાવથી યત્ન કરે છે અને પરના હિતમાં નિમિત્તભાવથી યત્ન કરે છે. આથી જ વિરભગવાને તાપસીના અહિતના
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy