________________
૨૨૦
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩
શ્લોક :ततो राज्ञा स आहूतः, प्रतिपत्तिः कृतोचिता ।
पृष्टं कथं कुमारोऽयं, हिंसां त्यक्ष्यति मे वद ।।५५१।। શ્લોકાર્ચ -
ત્યારપછી રાજા વડે તે=જેન નૈમિત્તિક, બોલાવાયો. ઉચિત પ્રતિપત્તિ કરાઈ. પુછાયો. આ કુમાર કેવી રીતે હિંસાને છોડશે મને કહો. I૫૫૧|| શ્લોક :
जगाद नैमित्तिकपुङ्गवोऽथ गां, पुरा गुणा यस्य मयोपवर्णिताः । शुभाशयस्यास्य महीपतेः प्रिया, पुरा यथाऽभूत् स्थिरतोपवर्णिता ।।५५२।। तथा प्रिया तस्य पराऽपराजिता, जगद्वधूरूपगुणेन वर्तते । महातमोग्रन्थिविदारणोद्यता,
प्रशान्तता नाम महोदयावहा ।।५५३।। શ્લોકાર્ચ -
હવે નૈમિત્તિક વાણીને બોલ્યો. જેના=જે શુભાશયના ગુણો પૂર્વમાં મારા વડે વર્ણન કરાયા, એ શુભાશયરૂપી મહીપતિની પૂર્વમાં જે પ્રમાણે સ્થિરતા વર્ણન કરાયેલી હતી તે પ્રમાણે તેને શુભાશયને, જગતની સ્ત્રીઓના રૂપના ગુણથી અપરાજિત, મહાતમોગ્રંથિના વિદારણમાં ઉધત, મહાન ઉદયને લાવનારી પ્રશાંતતા નામની બીજી સ્ત્રી વર્તે છે.
નૈમિત્તિકે પૂર્વમાં વૈશ્વાનરના નિવારણના ઉપાયરૂપે શુભાશય રાજાનું વર્ણન કરેલ અને તેની એક સ્થિરતારૂપ સ્ત્રી છે તેનું વર્ણન કરેલ. તેમ શુભાશયની બીજી સ્ત્રી પ્રશાંતતા છે. જે જીવના કષાયોને ઉપશમને અનુકૂળ પરિણતિ