________________
૧૫
ચતુર્થ સ્તબક/શ્લોક-૨૯-૩૦-૩૧ શ્લોકાર્ચ - ઉખાતમૂલવાળાં વૃક્ષોની જેમ આનાકનંદીવર્ધનના, ગુણોના સમૂહો અપશમના પ્રવાહથી ક્ષય પામનારા છે. તે કારણથી આ યત્ન ફલવાન નથી એ પ્રકારે આ સાંભળીને રાજા પરમ તાપને પામ્યો. ર૯ll શ્લોક :
आह्वास्त वैश्वानरपापमित्रत्यागाय मामेष च वेदकेन । स प्राह राजनपि हापितोऽस्य,
गतिः स वैश्वानर एव नूनम् ।।३०।। શ્લોકાર્ચ -
વૈશ્વાનર પાપમિત્રના ત્યાગ માટે વેદક વડે મને જ બોલાવાયો=અનુસુંદર ચક્રવર્તી કહે છે કે નંદીવર્ધનને જ બોલાવાયો. તેત્રવેદક કહે છે. તે રાજન ! વળી, આની ગતિ=વૈશ્વાનરની ગતિ, નંદીવર્ધન વડે હરણ કરાવાઈ છે ખરેખર તે નંદીવર્ધન, વૈશ્વાનર જ છે. Il3oll
શ્લોક :
अयं हि वैश्वानरपापमित्रसङ्गेन वैश्वानर एव जातः । बलादतो मोचयितुं न शक्यो,
मृग्यः परं शान्तिविधावुपायः ।।३१।। શ્લોકાર્ચ -
હિં=જે કારણથી, આ નંદીવર્ધન, વૈશ્વાનર પાપમિત્રના સંગથી વૈશ્વાનર જ થયો છે. આથી નંદીવર્ધન સાક્ષાત્ વૈશ્વાનર થયો છે આથી, બલથી પણ મુકાવવા માટે શક્ય નથી. પરંતુ શાંતિની વિધિમાં તેના તરફથી થતા કોલાહલની શાંતિની વિધિમાં, ઉપાય શોધવા યોગ્ય છે. ll૩૧II