________________
૧૯૪
વૈરાગ્યકાલતા ભાગ-૩
શ્લોકાર્ચ -
ત્યાં સુધી સૂર્ય અસ્ત થયો, ચંદ્ર ઉદય પામ્યો. કામદેવના બાણરૂપી અસ્ત્રના રજના રાજી જેવી ચંદ્રિકા વિસ્તાર પામી. ૪૫૬ શ્લોક :
शायिता सा ततो हर्म्य, चन्द्रचन्दनशीतले ।
कृतायां मृदुशय्यायां, प्रवालनलिनीदलैः ।।४५७।। શ્લોકાર્ચ -
ત્યારપછી ચંદ્ર સરખા ચંદનથી શીતલ મહેલમાં કોમળ કમલોના દલો વડે કરાયેલી મૃદુશધ્યામાં તે કનકમંજરી, સુવડાવાઈ, l૪૫૭ી. શ્લોક :
न च तस्या गतस्तापः, प्रत्युताभ्युदयाद् विधोः ।
खादिराङ्गारसंसर्गादिव प्रावर्धताधिकम् ।।४५८।। શ્લોકાર્ચ -
તેણીનો તાપ ગયો નહીં, ઊલટું, ખેરના અંગારના સંસર્ગથી જેમ તાપ વધે તેમ ચંદ્રના ઉદયથી અધિક વધ્યો. II૪૫૮ll શ્લોક -
प्रवृद्धतापां तां दृष्ट्वा, जगौ मलयमञ्जरी ।
दीर्घं निःश्वस्य पुत्र्या मे, भविता किमतः परम् ।।४५९।। શ્લોકાર્થ:
પ્રવૃદ્ધ તાપવાળી તેણીને જોઈને દીર્ઘ નિઃશ્વાસ કરીને મલયમંજરીએ કહ્યું, મારી પુત્રીનું હવે પછી શું થશે ? I૪૫૯ll શ્લોક :
राजमार्गे श्रुतः शब्दस्तदाऽकस्मात् समुत्थितः । वेला विलम्बते काचित्, सिद्धमेव प्रयोजनम् ।।४६०।।