________________
૧૮૭
ચતુર્થ સ્તબક/શ્લોક-૪૩૧-૪૩૨-૪૩૩ શ્લોક :
लावण्यामृतपूर्णायां, तस्यां मग्ने ममेक्षणे ।
अहो तत्यजतु व, स्मरतप्ते अपि श्रुतिम् ।।४३१।। શ્લોકાર્થ :
લાવણ્યના અમૃતથી પૂર્ણ એવી તેણીમાં મારાં ચક્ષુ મગ્ન થયાં. અહો કામદેવથી તપ્ત તે બે દષ્ટિએ પણ શ્રુતિને ત્યજી નહીં=સ્મરણનો ત્યાગ કર્યો નહીં જ.
નંદીવર્ધનનાં બે ચક્ષુ કનકમંજરીના રૂપમાં મગ્ન થયાં. તેથી કામથી તેની દૃષ્ટિઓ તપ્ત હતી વિહ્વળ હતી તોપણ તેણીના સ્મરણનો નંદીવર્ધને ત્યાગ કર્યો નહીં. એ આશ્ચર્ય છે. II૪૩૧૧ શ્લોક :
सा मन्मनोरथारूढा, श्रान्तश्चित्रं तथाऽप्यहम् ।
गतोऽपि तन्मयीभावं, निःश्वासौघममूमुचम् ।।४३२।। શ્લોકાર્ચ -
મારા મનોરથમાં તે આરૂઢ થઈ. તોપણ હું શ્રાંત થયો એ આશ્ચર્ય છે. તન્મયભાવને ગયેલો પણ કનકમંજરીના રૂપમાં તન્મયભાવને પામેલો પણ, નિઃશ્વાસસમૂહને મેં મૂક્યો. ll૪૩ી શ્લોક -
तद्गोचरैर्विकल्पौधैर्दूरापहतचेतसः ।
कोटियामेव वितता, त्रियामा सा ममाभवत् ।।४३३।। શ્લોકાર્ચ -
તેના વિષયક વિકલ્પના સમૂહથી દૂર કરાયેલા ચિત્તવાળા એવા મારી તે ત્રણ પહોર કોટિ ચામની જેમ ક્રોડો પહોરની જેમ પસાર થઈ. I૪૩3II