________________
૧૮૪
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩
શ્લોકાર્ચ -
સુહ્મદેશના નાથ એવા જયવર્મ રાજાની પુત્રી, મલયમંજરી નામની કનકચૂડની દેવી છે. II૪૨૧| શ્લોક -
क्रीडन्मन्मथताम्राक्षलावण्यद्रुममञ्जरी ।
अस्ति तस्याः सुता धन्या, कन्या कनकमञ्जरी ।।४२२।। શ્લોકાર્ચ -
જે ક્રીડા કરતાં કામદેવરૂપ તામ્રાક્ષવાળી છેષકોયલના લાવણ્યરૂપ કુમની મંજરી છે તેની=મલયમંજરીની, કનકમંજરી પુત્રી છે. જે ધન્ય કન્યા છે–પુણ્યશાળી અપરિણીત છે. II૪૨૨ શ્લોક :विलोकते स्म गच्छन्तं, सा मां वातायनस्थिता । जघान मन्मथव्याधो, मृगीमिव तदैव ताम् ।।४२३।।
શ્લોકાર્ય :
ઝરૂખામાં રહેલી તેણીએ કનકમંજરીએ જતા એવા મને નંદીવર્ધનને જોયો. મન્મથરૂપી શિકારીએ ત્યારે જ હરણીની જેમ તેણીને હણી. II૪ર૩ શ્લોક :
ममापि लीलया दृष्टिस्तत्र वातायने गता ।।
अमूमुहन्मां दृष्टाऽपि, ततः सा मदिरेक्षणा ।।४२४।। શ્લોકાર્ચ -
મારી પણ દષ્ટિ લીલાથી તે ઝરૂખામાં ગઈ. ત્યારપછી જોવાયેલી પણ મારા વડે જોવાયેલી પણ, મદિરા દષ્ટિવાળી તેણીએ=નકમંજરીએ, મને મોહ પમાડ્યો. I૪૨૪|