________________
૧૮૦
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ શ્લોક -
उत्क्षिप्तखड्गावन्योन्यं, वल्गन्तौ तौ विरेजतुः ।
कल्पान्तपवनक्षुब्धावुद्वेलाविव वारिधी ।।४०८।। શ્લોકાર્થ :
ફેંકેલી છે તલવાર જેમણે એવા પરસ્પર કૂદકા મારતા કલ્પાંતકાલના પવનથી ક્ષોભ પામેલી ઉક્વેલાવાળા સમુદ્ર જેવા તે બંને શોભવા લાગ્યા. I૪૦૮l શ્લોક :
अपातयत् समाहत्य, ततः कनकशेखरः । विभाकरं गतो मूर्छा, स निद्रां श्रमजामिव ।।४०९।। શ્લોકાર્ચ -
ત્યારપછી હણીને કનકશેખરે વિભાકરને પાડ્યો. શ્રમથી થયેલી નિદ્રાની જેમ તે=વિભાકર, મૂચ્છને પામ્યો. ૪૦૯ll શ્લોક :
आश्वासितोऽथ कनकशेखरेण विभाकरः ।
वायुदानादिना स्वीयकीर्त्यायुर्वृद्धिहेतुना ।।४१०।। શ્લોકાર્ચ -
હવે કનકશેખર વડે સ્વકીય કીર્તિરૂપ આયુષ્યની વૃદ્ધિના હેતુ એવા વાયદાનાદિથી વિભાકર આશ્વાસન કરાયો.
આ ઉત્તમ પુરુષ છે એવા પ્રકારની પોતાની કીર્તિરૂપી આયુષ્યની વૃદ્ધિનો હેતુ બને તેવી ઉત્તમ પુરુષને ઉચિત એવી વાયદાનાદિથી કનકશેખરે વિભાકરને આશ્વાસિત કર્યો. I૪૧ના શ્લોક :
उक्तश्च साधु पृथ्वीश, न त्यक्तं पौरुषं त्वया । पूर्वपूरुषसिंहानां, ध्रुवं कुलमलंकृतम् ।।४११ ।।