________________
૧૫૮
વૈરાગ્યકાલતા ભાગ-૩
શ્લોક -
भद्रौ ! यद्यपि वर्तेऽहं, युष्मद्विरहकातरः ।
महाप्रयोजनं मत्वा, तथाऽपीदं निगद्यते ।।३४०।। શ્લોકાર્ચ -
હે ભદ્ર ! જો કે તમારા વિરહનો કાતર હું=પઘરાજા, છું, તોપણ મહપ્રયોજનને માનીને આ કહેવાય છે=મારા વડે કહેવાય છે. [૩૪oll. શ્લોક :
यातं तूर्णं कुशावर्ते, राज्ञो जनयतं मुदम् ।
मिथोऽवियोगबुद्ध्या तदावाभ्यां स्वीकृतं वचः ।।३४१।। શ્લોકાર્ધ :
શીઘ્ર કુશાવર્ત નગરમાં જાઓ, રાજાને આનંદ ઉત્પન્ન કરો, તે કારણથી પિતાએ આ પ્રમાણે કહ્યું તે કારણથી, પરસ્પર અવિયોગની બુદ્ધિથી અમારા બંને દ્વારા વચન સ્વીકારાયું. ll૧૪૧II શ્લોક -
दत्त्वा तातेन सैन्यौघमावां प्रस्थापितौ तदा ।
मया सहागतौ वैश्वानरपुण्योदयावपि ।।३४२।। શ્લોકા :
સૈન્યના સમૂહને આપીને ત્યારે અમે બંને પિતા વડે પ્રસ્થાપિત કરાયા, મારી સાથે વૈશ્વાનર અને પુણ્યોદય પણ આવ્યા.
નંદીવર્ધનના ચિત્તમાં તીવ્ર કષાયની પરિણતિ આપાદક કર્મોરૂપ વૈશ્વાનર અને લોકમાં ખ્યાતિ થાય, સફળતા થાય તેવું પુણ્ય એ બંને પણ નંદીવર્ધનની સાથે આવ્યા. ll૩૪શા શ્લોક :
दत्तं प्रयाणकं मार्गो, लङ्घितश्च कियानपि । बाढं प्रणयिनं कर्तुमैच्छद् वैश्वानरोऽथ माम् ।।३४३।।