________________
ચતુર્થ સ્તબક/શ્લોક-૨૫૬-૨૫૭
શ્લોક ઃ
आरोपितोऽसौ जयकुञ्जरेऽथ, स्वयं नृपश्छत्रधरोऽस्य जातः । शुभश्रियाऽध्यस्ततनुर्जगाम,
पुरं स लोकैरभिनूयमानः ।। २५६ ।।
શ્લોકાર્થ :
હવે આ=મનીષી, જયકુંજર હાથી ઉપર આરોપણ કરાયો, સ્વયં રાજા આનો=મનીષીનો, છત્રધર થયો, શુભશ્રીથી અધ્યસ્ત શરીરવાળો= શુભકર્મોના વિપાકના ઉદયવાળો તે=મનીષી, લોકોથી સન્માન કરાતો નગરમાં ગયો. I॥૨૫॥
શ્લોક ઃ
असङ्गभावाद् बुभुजे सुखानि, राज्ञोपनीतान्यथ राजहर्म्ये ।
૧૨૯
मुमोच मुख्यः कृतिनां गुणौघैः,
क्रीतो हि राजाऽस्य न भृत्यभावम् ।। २५७ ।।
શ્લોકાર્થ :
હવે, રાજમહેલમાં રાજાથી લવાયેલાં એવાં સુખોને અસંગભાવથી ભોગવ્યાં=મનીષીએ ભોગવ્યાં, બુદ્ધિમાનોમાં મુખ્ય એવો રાજા આના= મનીષીના, ગુણોના સમુદાયથી ખરીદાયેલો રાજા સેવભાવને મૂક્તો નથી.
મનીષીને રાજાએ પોતાના રાજમહેલમાં રાખેલ છે, ત્યાં મનીષીનું ચિત્ત સંયમને અભિમુખ પ્રવર્ધમાન થતું હોવાથી અસંગભાવવાળું છે તોપણ રાજાથી અપાયેલા શ્રેષ્ઠ ભોગોને તે કરે છે અને તે ભોગકાળમાં પણ મનીષીનું ચિત્ત જોઈને બુદ્ધિમાન એવો રાજા મનીષીના ગુણોથી સેવકભાવને સ્વીકારે છે.
આ મનીષી જ આપણો સ્વામી છે, હું એનો સેવક છું એ પ્રકારે સેવકભાવને સ્વીકારે છે. II૨૫૭ના