________________
૧૧૧
ચતુર્થ સ્તબક/શ્લોક-૨૧૭-૨૧૮-૨૧૯ શ્લોકાર્થ :
દુખથી અખિન્ન=સ્પર્શનને વશ થઈને પ્રાપ્ત થતાં દુઃખોથી ખેદ નહીં પામેલા, ગળિયા બળદ જેવો સ્વભાવ હોવાથી મુખને વારંવાર જેઓ વિષયમાં નાંખે છે, અસદ્ ગ્રહથી ગ્રસ્ત બુદ્ધિવાળા તપસ્વી-દીન, પ્રત્યાર્થી વારંવાર સ્પર્શના સુખના અર્થી, તે જનો અહીં=સંસારમાં જઘન્ય છે. ll૧૧ના શ્લોક :
मनीषिणा मध्यमबुद्धिना च, विनिश्चितं वाक्यमिदं निशम्य । जघन्यवृत्तं स्फुटमेव बाले,
बालस्तु नाबुध्यत शून्यचित्तः ।।२१८ ।। શ્લોકાર્ચ -
મનીષી વડે અને મધ્યમબુદ્ધિ વડે આ વાક્ય સાંભળીને જઘન્ય આચરણા સ્પષ્ટ જ બાલમાં નિશ્ચય કરાઈ, વળી બાલ શૂન્યચિત્તવાળો બોધ પામતો નથી. IIર૧૮II. શ્લોક :
सूरिर्जगावत्र नृपोदिता ये, जना जघन्या बहुलास्त एव । स्तोकास्तदन्ये त्विति नैव सर्वे,
धर्मं सृजन्तीति हि युक्तमुक्तम् ।।२१९ ।। શ્લોકાર્ચ -
સૂરિએ કહ્યું, અહીં=સંસારમાં, હે રાજા ! કહેવાયેલા જે જઘન્ય લોકો છે, તે જ ઘણા છે. તેનાથી અન્ય વળી=જઘન્યથી અન્ય વળી, થોડા છે. એથી સર્વ ધર્મને કરતા નથી એ પ્રમાણે યુક્ત કહેવાયું=શ્લોક૧૯માં યુક્ત જ કહેવાયું. ll૧૯II