________________
૧૧૦
વૈરાગ્યફાલતા ભાગ-૩
स्वस्मिन् स्वसंवेदनतो युयोज,
सर्वं मनीषी तु विविच्य तस्मिन् ।।२१५ ।। શ્લોકાર્ચ -
મધ્યમબુદ્ધિવાળા તેઓ મધ્યમ થાય=૨૧૨થી અત્યાર સુધી કહ્યું તેવા જીવો મધ્યમબુદ્ધિવાળા મધ્યમ થાય. એ પ્રમાણે આ સાંભળીને તે મધ્યમબુદ્ધિએ પોતાનામાં સ્વસંવેદનથી સર્વ યોજન કર્યું, મનીષીએ વિભાગ કરીને પોતાનાથી મધ્યમબુદ્ધિનો વિભાગ કરીને તેમાં–મધ્યમબુદ્ધિમાં, યોજન કર્યું. ર૧૫ll શ્લોક :
गुरुर्बभाषेऽथ जघन्यरूपं, यैः स्पर्शनं बन्धुतयाऽवबुद्धम् । कुप्यन्ति ये च प्रियभाषकाय,
येऽनार्यकार्याद् भुवि न त्रपन्ते ।।२१६।। શ્લોકાર્ચ -
હવે ગુરુ જઘન્યરૂપ બોલ્યા, જેઓ વડે બંધુપણારૂપે સ્પર્શન બોધ કરાયો છે અને જેઓ પ્રિયભાષકની ઉપર કોપ કરે છે, જેઓ અનાર્ય કાર્યથી ભુવનમાં લજ્જા પામતા નથી. ર૧૬ll શ્લોક -
दुःखादखिन्ना गलिगोस्वभावान्मुखं मुहुर्य विषये क्षिपन्ति । असद्ग्रहग्रस्तधियस्तपस्विप्रत्यर्थिनस्तेऽत्र जना जघन्याः ।।२१७।।