________________
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ શ્લોકાર્ધ :
અસંગતારૂપ પીળા કેશના ભારવાળો, વિરાધના સૂત્રથી ધારણ કરાયેલા ત્રિતંતુવાળો, વિપ્રસૂનુ બ્રાહ્મણનો પુત્ર, દોશીલ્ય, અને લીલામાં નિરત કુનીતિવાળો, તે વૈશ્વાનર, મારા વડે જોવાયો.
ક્રોધના તીવ્ર પરિણામરૂપ વૈશ્વાનર પૂર્વના શ્લોકોમાં બતાવેલા તે તે ભાવોથી અનુવિદ્ધ છે જે તેના દેહના અવયવ સ્વરૂપ છે તેમ બતાવેલ છે. [૧] શ્લોક :निरीक्षिते तत्र बभूव पूर्वाभ्यासेन मे स्नेहविलासि चेतः ।
अपेक्षते स्वीयबलप्रकर्षान्न संस्तवस्नेहविधौ विशेषम् ।।१२।। શ્લોકાર્ચ -
તે વૈશ્વાનર જોવાયે છતે પૂર્વના અભ્યાસથી મારું સ્નેહવિલાસી એવું ચિત્ત થયું. સ્વયબલના પ્રકર્ષથી=પોતાના બલના પ્રકર્ષથી, સંસ્તવ અને સ્નેહની વિધિમાં વિશેષની અપેક્ષા નથી.
પૂર્વના ઘણા ભવો સુધી જીવે ક્રોધ, ષ આદિ ભાવોનો અભ્યાસ કર્યો છે તેથી બીભત્સ એવા વૈશ્વાનર પ્રત્યે નંદીવર્ધનનું સ્નેહવાળું ચિત્ત થાય છે. પોતાના બલનો પ્રકર્ષ હોવાથી=ક્રોધ પ્રત્યે સ્નેહના બલનો પ્રકર્ષ હોવાથી, જીવ તેની સ્તુતિ કરવામાં કે તેનો સ્નેહ કરવામાં તેના સુરૂપતા આદિ વિશેષની અપેક્ષા રાખતો નથી. આથી જ કુરૂપ એવા વૈશ્વાનર પ્રત્યે નંદીવર્ધનને સ્નેહ થાય છે. II૧થા.
શ્લોક :
वशंवदं स्वस्य स मामवेक्ष्य, जहाति पार्श्व न कदापि दुष्टः । स्ववैरिसंसर्गमवेक्ष्य साक्षात्, पुण्योदयो मित्रमतीव रुष्टः ।।१३।।