________________
ગુફાને વિષે પ્રવેશ કરે તેમ, સહસા સુરંગને વિષે પ્રવેશ કર્યો.
કવચથી સજ્જ થયેલા એ અસહ્ય બાહુવીર્યવાળા મહારથી વીરંગક સારથિએ ત્યાં, સિંહ હસ્તિના બાળકોની સાથે યુદ્ધ કરે તેમ, નાગસારથિના પુત્રોની સાથે યુદ્ધ કર્યું. “મારો સ્વામી એક બાણવતી એક શત્રુને હણી શકે છે માટે હું તેનાથી અધિક કરી બતાવી તેને સંતોષ આપું” એમ માની તેણે તે બત્રીશેને એક સાથે હણ્યા. સુરંગ પહોળી નહોતી તેથી તે (જવાનો માર્ગ કરવાને વાસ્તે) તેમના રથોને તેમાંથી બહાર કાઢવા રહ્યો એટલામાં તો મગધનાથ શ્રેણિકરાજા બહુ દૂર પહોંચી ગયો; કારણ કે અતિવેગવાળા અશ્વોની સહાયથી જતાં શાની વાર લાગે ? ઈચ્છિત મનોરથ સિદ્ધ થયો નહીં તો પણ વીરંગક હવે નિર્વિલંબે પાછો વળ્યો; કારણ કે ભૂમિ પર રહીને વામન પુરુષ કદાપિ પોતાના હાથ વડે તાળવૃક્ષના ફળને ગ્રહણ કરી શકે ? તેણે આવીને ચેટકરાજાને નિવેદન કર્યું કે તેના સર્વ રથિકોને મેં હણ્યા છે; પરંતુ શત્રુ રાજકુમારીને બહુ દૂર લઈ ગયો માટે શું કરીએ ? આપણે આકાશને વિષે પ્રહાર કરવા જેવું છે. રાજાને સમકાળે, પુત્રીના હરણથી વિષાદ અને શત્રુવર્ગના સંહારથી હર્ષ થયો.
હવે સુજ્યેષ્ઠાને તો અહીં, મહામુનિરાજો પણ જેની ઈચ્છા કરે છે એવી, વૈરાગ્યદશા પ્રાપ્ત થઈ. અહો ! એ સત્ય છે કે ભવ્યપ્રાણીઓ એક નિમિત્તાત્રે કરીને તરત જ પરમબોધ પ્રાપ્ત કરે છે. “આપણા જેવા વિષયાસક્ત પ્રાણીઓ, આદિ-મધ્ય-અથવા અવસાનને વિષે, સુરાપાન કરનારા અને ચળેલાઓની પેઠે વિડંબના પામીએ છીએ. જો વિષયભોગને વિષે કંઈ પણ લાભ હોય તો, તેનો પરિત્યાગ કરવામાં તો તેનાથી સાઠ હજાર ગણો લાભ છે.” આમ વિચાર કરીને તે સુજ્યેષ્ઠા ગાઢ તપશ્ચર્યા કરવા લાગી. તે પ્રાણીઓને જ ધન્ય છે, તે પ્રાણીઓ જ કૃતકૃત્ય છે, તેઓ જ દેવતુલ્ય છે, તેઓ જ નિર્મળ છે-જેઓ બાલ્યાવસ્થાથી જ બ્રહ્મચર્યનું, દ્રવ્યની પેઠે પાલન કરે છે. પછી તેણે કૌમારાવસ્થાને વિષે જ રાજીમતીની પેઠે રાજ્યલક્ષ્મીનો ત્યાગ કર્યો અને ભાગ્યોદયને લીધે તુરત જ દીક્ષા લેવાનો વિચાર આદર્યો. કારણ કે ધર્મની ગતિ રમ્યા અને ત્વરિત છે.
તેણીએ એ પોતાની ઈચ્છા પિતાને પ્રણામ કરીને નિવેદન કરી; ૮૨
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)