________________
બહુ સારો વિચાર કર્યો છે; ચિત્રા અને સ્વાતિનો એક સાથે ઉદય થાય એ શું ઈચ્છા યોગ્ય નથી ? પછી તે (સુજ્યેષ્ઠા) ચેલ્લણાને રથમાં બેસાડીને પોતે પોતાનાં આભરણ લેવા ગઈ; કારણ કે મહાન્ જનો નાના બંધુને સુખી કરીને પછી જ પોતાના કાર્યનો આરંભ કરે છે.
એ વખતે નાગસારથિના પુત્રો રાજાને કહેવા લાગ્યા-હે દેવ ! શત્રુના સ્થાન કરતાં વિષ સારું; માટે સર્પના ધામ જેવા આ સ્થળને વિષે વધારે વખત રહેવું સારું નથી. વળી, આ કુમારિકા પણ રથને વિષે આવીને બેઠી છે; માટે મહારાજ ! હવે ચાલો આપણા નગર પ્રત્યે જઈએ; કારણ કે સુજ્ઞજન, કાર્યસિદ્ધિ થયે છતે, વૈરિજનને ફાવવાનો પ્રસંગ આપતા નથી. તે સાંભળી શ્રેણિકરાય પણ, રથમાં સુજ્યેષ્ઠા જ બેઠી છે એમ માની, સમુદ્રના તટ થકી જળનો પ્રવાહ પાછો વળે તેમ, સુરંગના મુખથકી પાછો વાળી જે માર્ગે આવ્યો હતો તે માર્ગે ચાલી નીકળ્યો. એટલામાં રત્નાભૂષણોનો કરંડિઓ લઈને સુજ્યેષ્ઠા આવી. પણ તેણીએ, પૃથિવીને વિષે ગુમ થઈ ગયેલા નિધાનની પેઠે, ત્યાં મગધનાથને જોયો નહીં તેથી હૃદયને વિષે બહુ વિષાદ પામી અને બોલી-પતિને અર્થે ઉપાય મેં કર્યો; પણ તે, રામનું સ્વપ્ન ભરત ને ફળ્યું તેમ, ચેલ્લણાને ફળ્યો. મને આવા ઉત્તમ પતિનો યોગ તો થયો નહીં; પણ ઊલટો બહેનનો વિયોગ થયો. નિર્ભાગી વણિજનને લાભ થવો બાજુએ રહે તો પણ ઊલટી મૂળ દ્રવ્ય (મુડી)માં હાનિ થાય-એના જેવું જ મારે થયું.
આ આમ વિચાર કરે છે એ વખતે નાની બહેનના વિરહના દુ:ખે દુ:ખી થતી મોટી બહેને પોકાર કર્યો-સમુદ્રના મંથન સમયે દૈત્યો સુધાને (અમૃતને) લઈને જતા રહ્યા હતા તેમ આ વખતે શત્રુઓ ચેલ્લણાને હરી જાય છે. એ સાંભળી બખ્તર ધારણ કરી તૈયાર રહેલા ચેટકનરપતિને પ્રણામ કરી, તેનો વીરંગક નામનો સારથિ કહેવા લાગ્યો-હજુ હું વિધમાન છતે આપને આ કાર્યને વિષે આ ઉપાધિ કેવી ? હે દેવ ! મને આજ્ઞા કરો એટલે હું ક્ષણમાત્રમાં શત્રુઓનો પરાભવ કરીને તેમની પાસેથી રાજકન્યાને પાછી લઈ આવું; અથવા તો જાતિવંત સેવકપુરુષોનો આ ધર્મ જ છે. ભુપતિએ આજ્ઞા આપી એટલે જાણે મહાકૃપા થઈ હોય એમ ચિત્તને વિષે હર્ષ પામતા સારથિએ, મૃગાધિરાજ સિંહ હિમગિરિની અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ બીજો)
૮૧