________________
વાહીકગોત્રનો છતાં હૈહયવંશની કન્યાની યાચના કરે છે. તો તે પોતાને (-ની જાતને) ભૂલી ગયો જણાય છે; કારણ કે લીંબડાને વૃક્ષે કલ્પલતા શોભે ખરી ? પદ્મરાગમણિ રૂપાની મુદ્રિકાને વિષે શોભે ખરું ? માટે તારા સ્વામીના ગુણનું વર્ણન હવે બંધ કર; તેના કુળ ઉપરથી જ તેના ગુણ જણાઈ આવે છે. માટે હું મારી પુત્રી આપવાનો નથી; જે પગે તું આવ્યો છું તે પગે જ પાછો ચાલ્યો જા. આવું સાંભળીને એ દૂત, (કંઈપણ વૃદ્ધિ કર્યા સિવાય) પોતાનું મૂળ દ્રવ્ય લઈને વણિપુત્ર જાય તેવી રીતે, જેવો આવ્યો હતો તેવો પાછો ગયો. તેની પાસેથી નિષેધની વાત સાંભળીને મગધાધિપતિ વિષાદ પામ્યો. કહ્યું છે કે એકેક આશા સારી પણ એક સામટી પચાસ નહીં સારી.
એ વખતે હાથમાંથી એક અમૂલ્ય મણિ ગુમાવનાર પુરુષની પેઠે અતિવિષાદમાં પડેલા પિતાને જોઈને અભયકુમારે નમન કરીને પૂછ્યુંહે તાત ! આપનું મુખકમળ આજે કેમ નિસ્તેજ જણાય છે ? પિતાએ તે પરથી કહ્યું-હે પુત્ર ! ચેટકરાજા ઘણી પ્રાર્થના કર્યા છતાં પણ પોતાની કન્યા આપવાની ના કહે છે; જેના હાથમાં એ જશે તે વિજયી સમજવો. એ સાંભળી અભયકુમારે કહ્યું-પિતાજી ! એમાં ખેદ શા માટે કરો છો ? હજુ તો હું બેઠો છું; તો કલ્પવૃક્ષ સમાન એવા આપની કૃપાથી, આપના ઈચ્છિતની શીઘ્રપણે સિદ્ધિ થશે એવા પ્રયત્ન હું કરીશ. એમ કહી સર્વ કળાઓના નિધિ અને આકાશરૂપી વિમાનને વિષે સૂર્ય સમાન એવા અભયે પોતે સઘ એક પટને વિષે પિતાની યથાસ્વરૂપ છબિ આલેખી. પછી ગુરુજનના કાર્યને અર્થે ઉપાય શોધનારા પુત્રે, પોતે કોઈ સ્થળે પૂર્વે જોયેલા ગુટિકાના પ્રયોગથી પોતાનો સ્વર અને વર્ણ બદલ્યો; કારણ કે વૃત્તિને સારી રીતે ગુપ્ત રાખ્યાથી જ કાર્યસિદ્ધિ થાય છે.
પછી એ વણિકો વેષ લઈને વૈશાલિકા નગરીએ ગયો; કારણ કે એવો આચાર પાળ્યા વિના સામા માણસને બરાબર છેતરી શકાતા નથી. બુદ્ધિસાગર રાજપુત્રે ત્યાં રાજાના અંતઃપુરની પડોશમાં જ એક દુકાન લીધી; કારણ કે લોકને વિષે પણ, લોહચુંબક મણિ દૂર રહીને કદિ પણ લોહને આકર્ષણ કરી શકતું નથી. તે દુકાનમાં તેણે, અંતઃપુરની દાસીઓને ખપની વસ્તુઓનો સારો જમાવ કર્યો, અથવા તો દાનરૂપી અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૭૬