________________
કહેવા લાગી - હે નરેન્દ્ર ! એ નામે અને ગુણે “સુજ્યેષ્ઠા’ એવા નામથી જગતને વિષે વિખ્યાત છે. મહામૂલ્યવાન મણિથી સુવર્ણની મુદ્રા શોભી ઉઠે છે તેમ એનાથી વૈશાલિકા નામની નગરી દીપી રહી છે; અને અમૃતનો જેમ ક્ષીરસમુદ્ર જનક છે તેમ એનો ચેટકનૃપતિ જનક છે. એ હજુ કુમારી છે, તેજ બહુ સારું છે; પણ લક્ષ્મી જેવી એ સ્ત્રીનો હવે કયા ઉત્તમ પુરુષની સાથે સંબંધ થશે તે હું જાણતી નથી; કારણ કે વિધાતાની વૃત્તિ અન્ય કોઈને આધીન નથી. જો તમે એનો કર નહીં પ્રાપ્ત કરો તો તમે પૃથ્વીનો કર ગ્રહણ કર્યો છે તે વૃથા છે; કારણ કે એનું ફળ જે વિષયોપભોગ તે સ્ત્રીથી જ છે; અને સ્ત્રી જોઈએ તો આ સ્ત્રી જ શ્રેષ્ઠ છે. હે રાજન ! તમારું રાજ્ય લક્ષ્મીથી પૂર્ણ છે; પણ જ્યાં સુધી સુજ્યેષ્ઠા નથી ત્યાં સુધી વૃતની ધારા વિનાના ભોજનની પેઠે, તે સર્વ સ્વાદરહિત છે.” પછી શ્રેણિકરાજાએ તેને, વસ્ત્રાદિથી સંતોષી વિસર્જન કરી ? કારણ કે જેવો તેવો માણસ પણ ઈચ્છિત અર્થ નિવેદન કરનારની ભક્તિ કરે છે તો પૃથ્વીનો સ્વામી કરે તેમાં તો શું કહેવું ?
હવે એ તાપસી ગયા પછી, રાજાએ પોતાના અંગીભૂત એવા એક ચતુરદૂતને ચેટકરાજાની પાસે મોકલ્યો; કારણ કે પ્રયોજનના અર્થી જનો. ફક્ત ઉપાય કરે છે; પણ સિદ્ધિ થવી ન થવી એ દેવાધીન છે. તે દૂત શ્રેણિકભૂપતિના મનની સાથે વિશાલાનગરીમાં જઈ ત્યાંના રાજાને નમન કરી શ્રેણિકરાજાનો સંદેશો યથાવત કહેવા લાગ્યો. કારણ કે દૂતનો ધર્મ ફુટ રીતે એવો જ છે. દૂતે કહ્યું- હે નરેન્દ્ર ! અમારો શ્રેણિક મહીપતિ આપની પાસે ગૌરવ સહિત આપની કન્યા સુજ્યેષ્ઠાની પ્રાર્થના કરે છે અથવા સર્વ રાજાઓનો ચિરકાળથી આદરાયેલો એજ માર્ગ છે. શ્રેણિક નરપતિ સમાન વિશ્વનો એકવીર, ભાગ્યવાનું અને ધૈર્યવાન વર મળતો હોય તો પછી શું અધૂરું રહ્યું ? કારણ કે કન્યાજન છે તેને જેને તેને આપવી તો પડશે જ. હે મહારાજા ! જળયુક્ત મેઘને વિષે ઝબકારા કરતી વિદ્યુત જેવી શોભે છે તેવી જ આ આપની કન્યા શ્રેણિકરાજાના સંબંધથી શોભશે. માટે આ સંબંધ બહુ ઉચિત છે.
એ સાંભળીને ચેટકરાજાએ કહ્યું - હે દૂત ! તારો સ્વામી અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ બીજો)
૭૫