________________
એના હસ્તને વિષે મુક્તાફળજડિત સુવર્ણના ઉત્તમ કંકણના મિષે ચરણ અને મસ્તકનો કમળોની સામે વીરપટ્ટ બાંધ્યો હોય નહીં ! તેની સર્વ આંગળીઓને વિષે સારી રીતે બંધબેસતી વની મુદ્રિકાઓ પહેરાવી તે જાણે કામદશાથી વિરક્ત રહેલા વિધિરૂપી રાજા પાસેથી તેણે મેળવેલી મદ્રા અથવા લેખ હોય નહીં ! એના કટિપ્રદેશને વિષે મણિની મેખલા પહેરાવી તે જાણે કામદેવરૂપી હસ્તિને બાંધવાને વાતે સાંકળ હોય નહીં; વળી તેના ચરણને વિષે નૂપુર પહેરાવ્યાં તે જાણે પદ્માદેવી (લક્ષ્મી)નો પરાજય કરીને તેની પાસેથી લઈ લીધેલાં હોય નહીં (એવાં શોભતાં હતાં). મુક્તાફળ અને હીરાઓથી અંકિત એવી સુવર્ણની અંગુઠીઓ એના ચરણની આંગળીઓમાં પહેરાવવામાં આવી તેથી જાણે એમણે (આંગળીઓએ) દશે દિશાઓની લક્ષ્મીના કોશાલયને વિષે પ્રવેશ કર્યો હોય નહીં એવી શોભવા લાગી. આ પ્રમાણે એને દેવકન્યાની પેઠે યથાસ્થાને યોગ્ય આભૂષણો પહેરાવીને દાસીજનોએ, તેડીને સુરાલય. (સ્વર્ગ) તુલ્ય માતૃગૃહ (માયરા)માં આણી.
અહીં નન્દાપુત્ર અભયકુમાર પણ સર્વ મંગળ કાર્ય પૂર્ણ કરીને વરને યોગ્ય એવાં વસ્ત્ર સજી અશ્વ પર આરૂઢ થઈને પોતાના ઘરથી બહાર નીકળ્યો. તેની પાછળ પહેરેગીરો ચાલતા હતા; મયૂરપિચ્છનું છત્ર તેના પર ધરવામાં આવ્યું હતું; ચામર વિજાતાં હતાં; અને ભાટલોકો ઊંચા ઊંચા હાથ કરીને મંગળ ગાન ગાતા હતા. સર્વ માંગલિક શ્લોક મોટે સાદે બોલાવાથી સ્કુરાયમાન થતો તેનો તારસ્વર પૃથ્વીની કુક્ષિને વિષે ભરાઈ જતો હતો. મૃદંગ-વીણા-ઉત્તમ વેણુ આદિના શબ્દોની સંગાથે અમદાઓનું નૃત્ય થઈ રહ્યું હતું. પાછળ બેઠેલી બહેન અન્યજનોના દષ્ટિદોષનું નિવારણ કરવાને ભાઈના લવણ ઉતારતી હતી. એમ અનેક અનુકૂળ શકુનો સહિત વરરાજા મંડપના દ્વાર આગળ આવી પહોંચ્યા.
ત્યાં અશ્વ પરથી નીચે ઊતરી સર્વ રીતભાતના જ્ઞાનવાળો અભયકુમાર દૃષ્ટિમાંથી અમૃત વર્ષાવતો ક્ષણવાર ઊભો રહ્યો. એટલે એક સ્ત્રીએ આવીને દુર્વાનું પાત્ર-મુસળ-યુગ (ધોંસ) અને મંથા (રવૈયો) ત્યાં આણીને મૂક્યા. વળી બીજી આવીને, જેમાં અગ્નિ અને લવણ હોવાથી તડતડ અવાજ થયા કરતો હતો એવાં સંપુટાકારે બાંધેલા અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ બીજો)
પ૯