________________
સુવાસિત કરવાને અર્થે સુગંધી ધૂપ વડે ધૂપ કર્યો. લાક્ષારસ વડે હાથપગ રંગ્યા અને અંગે કેસરનો લેપ કર્યો. બંને ગાલ ઉપર કામદેવના યશવર્ણન જેવી સુંદર પીળ કાઢી અને નેત્રમાં અંજન આંક્યું. આમ પ્રત્યેક અંગે અનંગને તીવ્ર કર્યો. તેના લલાટને વિષે ઉત્તમ ચંદનનું તિલક કરવામાં આવ્યું તે જાણે અષ્ટમીના ચંદ્રમાના ભ્રમથી ત્યાં આદ્ર (નક્ષત્ર) આવ્યું હોય નહીં, અથવા મંત્રીશ્વર (અભયકુમાર)ની (થનારી) પત્ની પાસેથી બુદ્ધિ પ્રાપ્ત કરવાને ઈન્દ્રનો મંત્રી (બૃહસ્પતિ) આવ્યો હોય. નહીં ! વળી તેમણે પ્રસરી રહેલી સુવાસવાળો અને પુષ્પથી ગર્ભિત એવો એનો અંબોડો રચ્યો, કે જેને વિષે, તપશ્ચર્યા કરતો સ્વેચ્છાચારી કામદેવ જાણે વાત કરતો હોય નહીં!
ત્યાર પછી ચક્ષને એકદમ સ્થિર કરનારા અર્થાત્ અત્યંત મનોહર એવા ઉજ્વળ વસ્ત્રો તેને પહેરાવ્યાં, અને મસ્તક પર પુષ્પનો મુકુટ બાંધ્યો. કારણ કે શીર્ષ એ સર્વ ગાત્રોમાં પ્રધાન છે. વળી કર્ણને વિષે પણ દાસીજનોએ શોભાને અર્થે આભૂષણ પહેરાવ્યાં; કારણ કે જનસમૂહને અન્ય શ્રુતિ (વેદ) પણ પૂજ્ય છે તો પોતાની શ્રુતિ (શ્રવણ-કાન) પૂજ્ય હોય તેમાં તો શું કહેવું ? વળી તેમણે એના કાનના નીચલા ચાપકાને વિષે, સ્કંધ ઉપર વિશ્રામ લઈ ઝુલતા, કુંડળ પહેરાવ્યાં, તે જાણે તેના મુખા રૂપ ચંદ્રમાના ભ્રમથી રખે ત્યાં રાહુ આવે એને ભય પમાડવાને વાતે બે ચક્રો (રાખ્યાં) હોય નહીં ! ત્રણ રેખાએ યુક્ત એવા એના કંઠને વિષે પણ તેમણે સુવર્ણની કંઠી પહેરાવી એ પણ ઠીક કર્યું કારણ કે શંખ ઉપર વિજય મેળવવાથી યશ પામેલા એ કંઠને એવું આભૂષણ જોઈએ જ.
શ્રેષ્ઠ અને પાણીદાર મુક્તાફળોનો, નાભિ સુધી લટકતો હાર એના દયને વિષે વિરાજવા લાગ્યો; તે જાણે એના નાભિકુપમાં રહેલા લાવયજળને કાઢવાને ઘટીયંત્ર માંડેલું હોય નહીં (એવો લાગતો હતો ! તેના ગૌરવર્ણા બાહુને વિષે રહેલાં, હેમમય ઈન્દ્રનીલમણિજડિત કેયુર ઉત્કટધૂપની વાસથી નવા પદ્મનાલની ભ્રાન્તિએ કરીને, આવીને લાગેલા મધુકરોની પંક્તિ હોય નહીં એવાં દીપી રહ્યાં હતાં. વળી એ સ્ત્રીઓએ
૧. રેંટ.
૫૮
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)